Gandhinagar: ICCCમાં સ્માર્ટ વોચનું સોફ્ટવેર ઠપ થયું
ગાંધીનગર મહાપાલિકામાં કાર્યરત સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સ્માર્ટવોચનું જે સોફ્ટવેર અને સર્વર છે તે કામ નથી કરી રહ્યા જેના કારણે સ્માર્ટ વોચ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે એટેચ નથી થઈ શકતી. સ્માર્ટ વોચને લઈને એજન્સીઓએ રજુઆતો કરી ત્યારે આ હકીકત સામે આવી છે.હવે મ્યુનિ તંત્ર આ સોફ્ટવેર બનાવનાર એજન્સીને દંડ ફટકારવાના મુડમાં છે. કેટલો દંડ ફટકારાશે તે તંત્ર નક્કી કરશે. ત્યાંસુધી સ્માર્ટ વોચની શરતમાંથી અત્યારે કામચલાઉ ધોરણે એજન્સીઓને મુક્તિ આપવાનો સ્થાયી સમિતી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.સ્માર્ટ વોચની શરત જો સંપૂર્ણ રદ કરવામાં આવે તો શાસક પક્ષને લોકો શંકાની નજરે જુએ, પણ જે કોર્પોરેશને હાઈટેક બનવા તરફ દોડ લગાવી છે, પણ જ્યારે સ્માર્ટ વોચની બાબત આવી તેમાં સોફ્ટવેર અને સર્વરને લઈને બ્રેક લાગી છે. ઈન્ટીગેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સ્માર્ટ વોચનું જે સોફ્ટવેર - સર્વર છે તે ત્રણ મહિનાથી બંધ છે. આમ જોતાં, આપોઆપ સ્માર્ટ વોચની શરતની ટાઢે પાણીએ ખસ નીકળી જવા પામી છે. જ્યાંસુધી આ સોફ્ટવેર ચાલુ ના થાય ત્યાંસુધી હંગામી ધોરણે આ શરતને સાઈડ પર મૂકી, સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલી હાજરીના પ્રમાણપત્રના આધારે બિલોના ચૂકવણા કરવા માટે સ્થાયી સમિતી દ્વારા મંજુરી આપવામાં આવી છે. આઉટસૌરસિંગ ફરજ બજાવતા સ્ટાફને એટલેકે અધિકારીઓ- કર્મચારીઓને સ્માર્ટ વોચ પહેરવામાંથી મુક્તિ મળી ગઈ. કારણ આઉટસોર્સ સ્ટાફને સ્માર્ટ વોચ આપવાની શરતમાંથી એજન્સીને મુક્તિ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. હંગામીધોરણે આ દરખાસ્તને ગ્રાહ્ય રાખવામાં આવી હોવાનો ઠરાવ કરાયો છે. જોકે એ પછી હવે ક્યારે સ્માર્ટ વોચને ફરજિયાત કરાશે તે તો શાસક પક્ષની નિયત પર નિર્ભર છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં લગાવેલું આ સોફ્ટવેર ઘણા લાંબા સમયથી ઠપ છે. કારણકે સ્માર્ટ વોચ સોફ્ટવેર સાથે એટેચ નથી થતી તેવી કાગારોળ ઘણા સમયથી ચાલી રહી હતી. સોફ્ટવેર બંધ હોવાને લઈને એ એજન્સીના કાન હવે તંત્ર પકડશે. સોફ્ટવેર તૈયાર કરનાર એજન્સીને દંડ ફટકારવામાં આવશે. નોંધનીય છે કે, આ બંને દરખાસ્તોને અગાઉની કારોબારીની બેઠકમાં મુલતવી રાખવામાં આવી હતી. સ્માર્ટ વોચની શરતને હંગામી તો હંગામી પણ હાલપુરતી મુલતવી કરાતા એજન્સીઓના જીવમાં જીવ આવ્યો છે. સ્માર્ટ વોચને લઈને તેમના પેમેન્ટ સલવાયેલા હતા. તેમને દંડ કરાતો હતો. સોફ્ટવેરના કારણે સૌનું ધાર્યું મળી ગયું તેવી ચર્ચાએ જોર પકડયું છે.સ્માર્ટવોચનું જે સોફ્ટવેર અને સર્વર છે તે કામ નથી કરી રહ્યા જેના કારણે સ્માર્ટ વોચ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે એટેચ નથી થઈ શકતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર મહાપાલિકામાં કાર્યરત સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સ્માર્ટવોચનું જે સોફ્ટવેર અને સર્વર છે તે કામ નથી કરી રહ્યા જેના કારણે સ્માર્ટ વોચ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે એટેચ નથી થઈ શકતી. સ્માર્ટ વોચને લઈને એજન્સીઓએ રજુઆતો કરી ત્યારે આ હકીકત સામે આવી છે.
હવે મ્યુનિ તંત્ર આ સોફ્ટવેર બનાવનાર એજન્સીને દંડ ફટકારવાના મુડમાં છે. કેટલો દંડ ફટકારાશે તે તંત્ર નક્કી કરશે. ત્યાંસુધી સ્માર્ટ વોચની શરતમાંથી અત્યારે કામચલાઉ ધોરણે એજન્સીઓને મુક્તિ આપવાનો સ્થાયી સમિતી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.સ્માર્ટ વોચની શરત જો સંપૂર્ણ રદ કરવામાં આવે તો શાસક પક્ષને લોકો શંકાની નજરે જુએ, પણ જે કોર્પોરેશને હાઈટેક બનવા તરફ દોડ લગાવી છે, પણ જ્યારે સ્માર્ટ વોચની બાબત આવી તેમાં સોફ્ટવેર અને સર્વરને લઈને બ્રેક લાગી છે. ઈન્ટીગેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સ્માર્ટ વોચનું જે સોફ્ટવેર - સર્વર છે તે ત્રણ મહિનાથી બંધ છે. આમ જોતાં, આપોઆપ સ્માર્ટ વોચની શરતની ટાઢે પાણીએ ખસ નીકળી જવા પામી છે. જ્યાંસુધી આ સોફ્ટવેર ચાલુ ના થાય ત્યાંસુધી હંગામી ધોરણે આ શરતને સાઈડ પર મૂકી, સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલી હાજરીના પ્રમાણપત્રના આધારે બિલોના ચૂકવણા કરવા માટે સ્થાયી સમિતી દ્વારા મંજુરી આપવામાં આવી છે. આઉટસૌરસિંગ ફરજ બજાવતા સ્ટાફને એટલેકે અધિકારીઓ- કર્મચારીઓને સ્માર્ટ વોચ પહેરવામાંથી મુક્તિ મળી ગઈ. કારણ આઉટસોર્સ સ્ટાફને સ્માર્ટ વોચ આપવાની શરતમાંથી એજન્સીને મુક્તિ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે.
હંગામીધોરણે આ દરખાસ્તને ગ્રાહ્ય રાખવામાં આવી હોવાનો ઠરાવ કરાયો છે. જોકે એ પછી હવે ક્યારે સ્માર્ટ વોચને ફરજિયાત કરાશે તે તો શાસક પક્ષની નિયત પર નિર્ભર છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં લગાવેલું આ સોફ્ટવેર ઘણા લાંબા સમયથી ઠપ છે. કારણકે સ્માર્ટ વોચ સોફ્ટવેર સાથે એટેચ નથી થતી તેવી કાગારોળ ઘણા સમયથી ચાલી રહી હતી. સોફ્ટવેર બંધ હોવાને લઈને એ એજન્સીના કાન હવે તંત્ર પકડશે. સોફ્ટવેર તૈયાર કરનાર એજન્સીને દંડ ફટકારવામાં આવશે. નોંધનીય છે કે, આ બંને દરખાસ્તોને અગાઉની કારોબારીની બેઠકમાં મુલતવી રાખવામાં આવી હતી. સ્માર્ટ વોચની શરતને હંગામી તો હંગામી પણ હાલપુરતી મુલતવી કરાતા એજન્સીઓના જીવમાં જીવ આવ્યો છે. સ્માર્ટ વોચને લઈને તેમના પેમેન્ટ સલવાયેલા હતા. તેમને દંડ કરાતો હતો. સોફ્ટવેરના કારણે સૌનું ધાર્યું મળી ગયું તેવી ચર્ચાએ જોર પકડયું છે.સ્માર્ટવોચનું જે સોફ્ટવેર અને સર્વર છે તે કામ નથી કરી રહ્યા જેના કારણે સ્માર્ટ વોચ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે એટેચ નથી થઈ શકતી.