Gandhinagar GiftCityના વિસ્તરણ પર રોક, 2 નોટીફિકેશન પરત લેવાયા

996 હેક્ટરમાં વિસ્તરણનો નિર્ણય પડતો મુક્યો 2022 અને 2023ના 2 નોટીફિકેશન પરત લેવાયા ગિફ્ટ સિટીના બદલે ગુડા વિસ્તારનો વિકાસ કરશે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના વિસ્તરણ પર રોક લગાવાઇ છે. જેમાં 996 હેક્ટરમાં વિસ્તરણનો નિર્ણય પડતો મુક્યો છે. તેમાં રાજ્ય સરકારે વિસ્તરણનો નિર્ણય પડતો મુક્યો છે. 2022 અને 2023ના 2 નોટીફિકેશન પરત લેવાયા છે. ગિફ્ટ સિટીના બદલે ગુડા વિસ્તારનો વિકાસ કરશે. ગીફ્ટ્સીટીના બદલે ગુડા (ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) વિસ્તારનો વિકાસ કરશે.સામાન્ય શહેરી જેમ ગુડા વિસ્તારને વિકાસ કરશે ગિફ્ટ્સીટીની દ્રષ્ટિએ વિકાસ કરવો એ વ્યવહારુ નથી. જેમાં સામાન્ય શહેરી જેમ ગુડા વિસ્તારને વિકાસ કરશે. લોકસભા ચૂંટણી આચારસંહિતા સમાપ્ત થયાના બીજા જ સપ્તાહમાં શહેરી વિકાસ વિભાગે નિર્ણય કર્યો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા બીજી નવેમ્બર 2022 અને 20મી નવેમ્બર 2023 એમ બે તબક્કે ગિફ્ટ સિટીને આસપાસના પાંચ ગામોમાં 996 હેક્ટરમાં વિસ્તારવાના નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યા હતા. જેને 11 જૂન 2024ને મંગળવારે રદ્દ કર્યાનુ જાહેરનામું પ્રસિધ્ધ થયુ છે.એક જ ઝાટકે સરકારે લીધેલા આ નિર્ણય પાછળ શહેરી વિકાસ વિભાગના અધિકારીએ કહ્યુ કે, 396 હેક્ટરમાં ડેવલપ થયેલા ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવા વધુ જમીનની અનિવાર્યતા હતી. 2022 અને 2023ના 2 નોટીફિકેશન પરત લેવાયા પરંતુ, બે તબક્કે બે વર્ષમાં આસપાસના પાંચ ગામોના 996 હેક્ટર માટે નોટિફિકેશનો પ્રસિધ્ધ કરીને વાંધા સુચનો મંગાવાયા ત્યારે ઘણા પડકારો બહાર આવ્યા હતા. વિષેશતઃ નવા વિસ્તરણ માટે જે જમીનની જરૂરિયાત હતી તે ખાનગી છે. આથી તેના સંપાદનનો ખર્ચ તેમજ કપાત સહિતના પ્રશ્નો પણ સામે આવ્યા. તદ્ઉપરાંત મોટા રસ્તા અને જંકશનોના આયોજનો માટે ગિફ્ટ સિટી હેઠળના ખાસ શહેર તરીકે વિકાસ કરવોએ વ્યવહારૂ ન હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. એક રીતે સાતેક મહિનામાં જ યુ ટર્ન લેવાયો છે. જે 996 હેક્ટરને ગિફ્ટ સિટીમાં સામેલ કરવા પ્રસ્તાવ હતો તે ગિફ્ટ સિટી (સેઝ)ને બદલે પહેલાની જેમ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ- ગુડા દ્વારા વિકસિત થશે. જે સામાન્ય શહેરની જેમ રહેશે. જમીનોના ભાવ ઊંચા જશે તે આશાએ ઘણાએ જમીનો ખરીદી હતી શહેરી વિકાસ વિભાગમાં ખાસ ફરજ પરના અધિકારી, જોઈન્ટ સેક્રેટરી પ્રકાશ દત્તાની સહીથી મંગળવારે પ્રસિધ્ધ થયેલા નોટિફિકેશનમાં ગિફ્ટ સિટી વિસ્તરણ માટે ભૂતકાળમાં પ્રસિધ્ધ બંને નોટિફિકેશન પરત ખેંચવાનું માત્ર એક જ સત્તાવાર કારણ અપાયુ છે કે આ રીતે વિકાસ કરવો એ તર્કસંગત વિકાસના હિતમાં નથી ! ઉલ્લેખનિય છે કે, આ નિર્ણયથી ગિફ્ટ સિટી 1,392 હેક્ટરમાં વિસ્તરશે નહી. એથી વધારાના 996 હેક્ટર વિસ્તારમાં ગુડા મારફતે જ વિકાસ આયોજન- DP તૈયાર કરવામા આવશે. આ સંદર્ભમાં એવી પણ હવે ચર્ચા થઈ રહી છે કે, જ્યારે ગિફ્ટી સિટીનું વિસ્તરણ કરવાની જાહેરાત થઈ ત્યારે જમીનોના ભાવ ઊંચા જશે તે આશાએ ઘણાએ જમીનો ખરીદી હતી તેનું હવે શું થશે.

Gandhinagar GiftCityના વિસ્તરણ પર રોક,  2 નોટીફિકેશન પરત લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 996 હેક્ટરમાં વિસ્તરણનો નિર્ણય પડતો મુક્યો
  • 2022 અને 2023ના 2 નોટીફિકેશન પરત લેવાયા
  • ગિફ્ટ સિટીના બદલે ગુડા વિસ્તારનો વિકાસ કરશે

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના વિસ્તરણ પર રોક લગાવાઇ છે. જેમાં 996 હેક્ટરમાં વિસ્તરણનો નિર્ણય પડતો મુક્યો છે. તેમાં રાજ્ય સરકારે વિસ્તરણનો નિર્ણય પડતો મુક્યો છે. 2022 અને 2023ના 2 નોટીફિકેશન પરત લેવાયા છે. ગિફ્ટ સિટીના બદલે ગુડા વિસ્તારનો વિકાસ કરશે. ગીફ્ટ્સીટીના બદલે ગુડા (ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) વિસ્તારનો વિકાસ કરશે.

સામાન્ય શહેરી જેમ ગુડા વિસ્તારને વિકાસ કરશે

ગિફ્ટ્સીટીની દ્રષ્ટિએ વિકાસ કરવો એ વ્યવહારુ નથી. જેમાં સામાન્ય શહેરી જેમ ગુડા વિસ્તારને વિકાસ કરશે. લોકસભા ચૂંટણી આચારસંહિતા સમાપ્ત થયાના બીજા જ સપ્તાહમાં શહેરી વિકાસ વિભાગે નિર્ણય કર્યો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા બીજી નવેમ્બર 2022 અને 20મી નવેમ્બર 2023 એમ બે તબક્કે ગિફ્ટ સિટીને આસપાસના પાંચ ગામોમાં 996 હેક્ટરમાં વિસ્તારવાના નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યા હતા. જેને 11 જૂન 2024ને મંગળવારે રદ્દ કર્યાનુ જાહેરનામું પ્રસિધ્ધ થયુ છે.એક જ ઝાટકે સરકારે લીધેલા આ નિર્ણય પાછળ શહેરી વિકાસ વિભાગના અધિકારીએ કહ્યુ કે, 396 હેક્ટરમાં ડેવલપ થયેલા ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવા વધુ જમીનની અનિવાર્યતા હતી.

2022 અને 2023ના 2 નોટીફિકેશન પરત લેવાયા

પરંતુ, બે તબક્કે બે વર્ષમાં આસપાસના પાંચ ગામોના 996 હેક્ટર માટે નોટિફિકેશનો પ્રસિધ્ધ કરીને વાંધા સુચનો મંગાવાયા ત્યારે ઘણા પડકારો બહાર આવ્યા હતા. વિષેશતઃ નવા વિસ્તરણ માટે જે જમીનની જરૂરિયાત હતી તે ખાનગી છે. આથી તેના સંપાદનનો ખર્ચ તેમજ કપાત સહિતના પ્રશ્નો પણ સામે આવ્યા. તદ્ઉપરાંત મોટા રસ્તા અને જંકશનોના આયોજનો માટે ગિફ્ટ સિટી હેઠળના ખાસ શહેર તરીકે વિકાસ કરવોએ વ્યવહારૂ ન હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. એક રીતે સાતેક મહિનામાં જ યુ ટર્ન લેવાયો છે. જે 996 હેક્ટરને ગિફ્ટ સિટીમાં સામેલ કરવા પ્રસ્તાવ હતો તે ગિફ્ટ સિટી (સેઝ)ને બદલે પહેલાની જેમ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ- ગુડા દ્વારા વિકસિત થશે. જે સામાન્ય શહેરની જેમ રહેશે.

જમીનોના ભાવ ઊંચા જશે તે આશાએ ઘણાએ જમીનો ખરીદી હતી

શહેરી વિકાસ વિભાગમાં ખાસ ફરજ પરના અધિકારી, જોઈન્ટ સેક્રેટરી પ્રકાશ દત્તાની સહીથી મંગળવારે પ્રસિધ્ધ થયેલા નોટિફિકેશનમાં ગિફ્ટ સિટી વિસ્તરણ માટે ભૂતકાળમાં પ્રસિધ્ધ બંને નોટિફિકેશન પરત ખેંચવાનું માત્ર એક જ સત્તાવાર કારણ અપાયુ છે કે આ રીતે વિકાસ કરવો એ તર્કસંગત વિકાસના હિતમાં નથી ! ઉલ્લેખનિય છે કે, આ નિર્ણયથી ગિફ્ટ સિટી 1,392 હેક્ટરમાં વિસ્તરશે નહી. એથી વધારાના 996 હેક્ટર વિસ્તારમાં ગુડા મારફતે જ વિકાસ આયોજન- DP તૈયાર કરવામા આવશે. આ સંદર્ભમાં એવી પણ હવે ચર્ચા થઈ રહી છે કે, જ્યારે ગિફ્ટી સિટીનું વિસ્તરણ કરવાની જાહેરાત થઈ ત્યારે જમીનોના ભાવ ઊંચા જશે તે આશાએ ઘણાએ જમીનો ખરીદી હતી તેનું હવે શું થશે.