Gandhinagar: ADGP ATS અમિત વિશ્વકર્માને ADGP ANTF નો વધારાનો હવાલો સોંપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સના દૂષણ પર લગામ કસવા માટે વધુ એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરિષ્ઠ IPS અધિકારી અને હાલમાં ADGP ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) તરીકે ફરજ બજાવતા અમિત વિશ્વકર્માને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના ADGP નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ વિભાગથી મોટા સમાચાર
રાજ્ય સરકારે તાજેતરમાં જ ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય નાર્કોટિક્સ નેટવર્કને વિખેરી નાખવાના ઉદ્દેશથી ખાસ 'ADGP ANTF' ની નવી જગ્યા મંજૂર કરી ઊભી કરી હતી.IPS અમિત વિશ્વકર્માનો ATS નો બહોળો અનુભવ અને સ્પેશિયલ ઓપરેશન્સ ક્ષેત્રે તેમની કુશળતાને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ડ્રગ્સ તસ્કરો સામે મોટાપાયે સર્ચ અને સીઝ ઓપરેશન ચલાવવામાં આ નવી ટાસ્ક ફોર્સ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.

હાલમાં ADGP ATS તરીકે કાર્યરત છે અમિત વિશ્વકર્મા
ATS ની સાથે સાથે એન્ટી નાર્કોટિક્સ ફોર્સનું નેતૃત્વ એક જ અનુભવી અધિકારી પાસે આવવાથી ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન અને તટીય વિસ્તારો તેમજ સરહદી વિસ્તારોમાં ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડવા માટેનું સંકલન વધુ મજબૂત અને ઝડપી બનશે.
આ પણ વાંચો: Rajkot: વતનમાં દેવું ચૂકવવા આગ્રાના બે ભાઈઓએ ઘડ્યો પ્લાન; મહિલા જાગી જતાં ગળામાં છરીના ઘા ઝીંકી કરી હત્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

