Gandhinagar: હોક્કો રેસ્ટોરન્ટમાં પુલાવમાંથી અખાદ્ય પદાર્થ નીકળ્યો
PDPU સર્કલ પાસે હોક્કોમાંથી નિકળ્યું અખાદ્ય પદાર્થ ગ્રાહકે રજૂઆત કરતા મફતમાં જમવાની કરી ઓફર હોક્કોના સ્ટાફ દ્વારા આ મુદ્દે માફી માંગવામાં આવી ગાંધીનગરના પીડીપીયુ રોડ પર આવેલ હોક્કો રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલ પુલાવમાંથી અખાદ્ય પદાર્થ મળી આવ્યો છે. પુલાવમાં ગરોળી કે ઉંદરનું મળ પીરસવામાં આવ્યા હોવાની ગ્રાહકે ફરિયાદ કરી હતી. નામ બડે ઔર દર્શન છોટે જેવી હાલત હોક્કો રેસ્ટોરન્ટમાં થઈ હતી. પુલાવમાંથી ગરોળી કે ઉંદરનું મળ પદાર્થ નીકળ્યું હતું. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ હવે સ્વાસ્થ્ય સાથે ખેલ સામાન્ય થઇ ગયો છે. કોબાથી રીંગ રોડ હાઇવે પર PDPU સર્કલ પાસે આપેલી હોક્કો (HOCCO) શોપ, જ્યાં મોંઘા દામના ભોજનની સાથે ગરોળીનો મળ પદાર્થ પીરસાઇ રહ્યો છે. હોંશે હોંશે આવેલા ગ્રાહકે ઉતરેલા મોઢે આ અંગે રજૂઆત કરી તો હોક્કોના સ્ટાફ દ્વારા આ મુદ્દે ભૂલ સ્વીકારીને માફી માંગવામાં આવી અને મફતમાં જમવા આપવાની વાત કરવામાં આવી હતી. ગ્રાહક દ્વારા સબ્જી મંગાવવામાં આવેલ જેમાં પણ ગ્રેવીમાં ગંદકી જોવા મળી હતી. શોપના સ્ટાફ દ્વારા આ ઘટના બાદ ફૂલ પેટ મફતમાં જમણવારની ઓફરોની સાથે માફીનો તાયફો પણ થયો હતો. પરંતુ હકીકત એ છે કે પીડીપીયુ સર્કલ પાસે આવેલી આ હોક્કો શોપમાં ઉંદર કે ગરોળીના મળ પદાર્થ જેવી વસ્તુ ભોજન સાથે પીરસાઇ રહી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં નહીં આવતા હોવાનું બહાર આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- PDPU સર્કલ પાસે હોક્કોમાંથી નિકળ્યું અખાદ્ય પદાર્થ
- ગ્રાહકે રજૂઆત કરતા મફતમાં જમવાની કરી ઓફર
- હોક્કોના સ્ટાફ દ્વારા આ મુદ્દે માફી માંગવામાં આવી
ગાંધીનગરના પીડીપીયુ રોડ પર આવેલ હોક્કો રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલ પુલાવમાંથી અખાદ્ય પદાર્થ મળી આવ્યો છે. પુલાવમાં ગરોળી કે ઉંદરનું મળ પીરસવામાં આવ્યા હોવાની ગ્રાહકે ફરિયાદ કરી હતી.
નામ બડે ઔર દર્શન છોટે જેવી હાલત હોક્કો રેસ્ટોરન્ટમાં થઈ હતી. પુલાવમાંથી ગરોળી કે ઉંદરનું મળ પદાર્થ નીકળ્યું હતું. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ હવે સ્વાસ્થ્ય સાથે ખેલ સામાન્ય થઇ ગયો છે. કોબાથી રીંગ રોડ હાઇવે પર PDPU સર્કલ પાસે આપેલી હોક્કો (HOCCO) શોપ, જ્યાં મોંઘા દામના ભોજનની સાથે ગરોળીનો મળ પદાર્થ પીરસાઇ રહ્યો છે. હોંશે હોંશે આવેલા ગ્રાહકે ઉતરેલા મોઢે આ અંગે રજૂઆત કરી તો હોક્કોના સ્ટાફ દ્વારા આ મુદ્દે ભૂલ સ્વીકારીને માફી માંગવામાં આવી અને મફતમાં જમવા આપવાની વાત કરવામાં આવી હતી. ગ્રાહક દ્વારા સબ્જી મંગાવવામાં આવેલ જેમાં પણ ગ્રેવીમાં ગંદકી જોવા મળી હતી. શોપના સ્ટાફ દ્વારા આ ઘટના બાદ ફૂલ પેટ મફતમાં જમણવારની ઓફરોની સાથે માફીનો તાયફો પણ થયો હતો. પરંતુ હકીકત એ છે કે પીડીપીયુ સર્કલ પાસે આવેલી આ હોક્કો શોપમાં ઉંદર કે ગરોળીના મળ પદાર્થ જેવી વસ્તુ ભોજન સાથે પીરસાઇ રહી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં નહીં આવતા હોવાનું બહાર આવ્યું છે.