Bhavnagarમાં સગાઈ થયેલી સગીરા પર દુષ્કર્મ, પોલીસે આરોપી પિતા-પુત્રની કરી અટકાયત

ભાવનગર શહેરમાં રહેતી એક સગીરા કે જેની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થોડા સમયમાં થવાના હતા, પરંતુ પરિવારોમાં વડીલોને મન ભેદ હતા અને સગાઈ પણ તૂટી જવાનો ભય હતો. તેની વચ્ચે અચાનક જ સગીરાનું અપહરણ થયું અને શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં સગીર દીકરીના માતા પિતાએ અપહરણ થયાની ફરિયાદ નોંધાવી.જે યુવક સાથે લગ્ન નક્કી થયા તેણે જ આચર્યું દુષ્કર્મ પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડ્યો ત્યાં પોલીસ પણ ચોંકી ઉઠી કારણ કે અપહરણ કરનાર બીજો કોઈ નહીં પણ તેનો ભાવિ ભરથાર જ નીકળ્યો અને પોલીસે નોંધેલી ફરિયાદના આધારે આરોપી અને તેના પિતાની અટકાયત કરી છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાની સગાઈ રવિ નરસિંહ વાઘેલા નામના 23 વર્ષીય યુવક સાથે થઈ હતી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામ ખાતે સગીરાની સગાઈ થઈ હતી. યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો સગાઈ થઈ ગયા બાદ સગીરાનો ભાવિ ભરથાર સગીરાના ઘરે આવતો હોય, આ ઉપરાંત બંને પરિવારો વચ્ચે મનભેદ અને મત ભેદ રહેતા હોય આ અંગે સગીરાના માતા પિતાને પણ પસંદ ના હોય અને સગીરાના લગ્ન પણ થોડા સમયમાં કરાવી આપવાનું પણ નક્કી થઈ ગયું હતું, એ દરમ્યાન બંનેની સગાઈ તૂટી જવાની બીક હોય સગીરાને આ યુવકે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. ઘોઘારોડ પોલીસે પિતા-પુત્રને ઝડપી કાર્યવાહી હાથ ધરી જે અંગે સગીરાના માતાપિતાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી રવિ નરસિંહ વાઘેલા અને તેના પિતા નરસિંહ માધાભાઈ વાઘેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રવિ વાઘેલા સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવવા ઘોઘા રોડ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી રવિના પિતા નરસિંહ વાઘેલાએ સગીરાને પોતાના ઘરમાં સંતાડી હોય, જે અંગે તેના પિતા વિરુદ્ધ પણ પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધી આરોપી પિતા પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Bhavnagarમાં સગાઈ થયેલી સગીરા પર દુષ્કર્મ, પોલીસે આરોપી પિતા-પુત્રની કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર શહેરમાં રહેતી એક સગીરા કે જેની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થોડા સમયમાં થવાના હતા, પરંતુ પરિવારોમાં વડીલોને મન ભેદ હતા અને સગાઈ પણ તૂટી જવાનો ભય હતો. તેની વચ્ચે અચાનક જ સગીરાનું અપહરણ થયું અને શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં સગીર દીકરીના માતા પિતાએ અપહરણ થયાની ફરિયાદ નોંધાવી.

જે યુવક સાથે લગ્ન નક્કી થયા તેણે જ આચર્યું દુષ્કર્મ

પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડ્યો ત્યાં પોલીસ પણ ચોંકી ઉઠી કારણ કે અપહરણ કરનાર બીજો કોઈ નહીં પણ તેનો ભાવિ ભરથાર જ નીકળ્યો અને પોલીસે નોંધેલી ફરિયાદના આધારે આરોપી અને તેના પિતાની અટકાયત કરી છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાની સગાઈ રવિ નરસિંહ વાઘેલા નામના 23 વર્ષીય યુવક સાથે થઈ હતી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામ ખાતે સગીરાની સગાઈ થઈ હતી.

યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો

સગાઈ થઈ ગયા બાદ સગીરાનો ભાવિ ભરથાર સગીરાના ઘરે આવતો હોય, આ ઉપરાંત બંને પરિવારો વચ્ચે મનભેદ અને મત ભેદ રહેતા હોય આ અંગે સગીરાના માતા પિતાને પણ પસંદ ના હોય અને સગીરાના લગ્ન પણ થોડા સમયમાં કરાવી આપવાનું પણ નક્કી થઈ ગયું હતું, એ દરમ્યાન બંનેની સગાઈ તૂટી જવાની બીક હોય સગીરાને આ યુવકે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.

ઘોઘારોડ પોલીસે પિતા-પુત્રને ઝડપી કાર્યવાહી હાથ ધરી

જે અંગે સગીરાના માતાપિતાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી રવિ નરસિંહ વાઘેલા અને તેના પિતા નરસિંહ માધાભાઈ વાઘેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રવિ વાઘેલા સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવવા ઘોઘા રોડ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી રવિના પિતા નરસિંહ વાઘેલાએ સગીરાને પોતાના ઘરમાં સંતાડી હોય, જે અંગે તેના પિતા વિરુદ્ધ પણ પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધી આરોપી પિતા પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.