Gandhinagar: વધુ એક અધિકારી સામે લેવાયા પગલા, પુરવઠા વિભાગના મદદનીશ નિયામક સસ્પેન્ડ

પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને કરાયા સસ્પેન્ડખેડામાં પુરવઠા વિભાગની રેડની માહિતી લીક કરી હતી ફેબ્રુઆરીમાં રેડની માહિતી લીક કરતા કાર્યવાહી રાજ્યમાં વધુ એક અધિકારી સામે સરકારે પગલા લીધા છે. રાજ્યના પુરવઠા વિભાગના મદદનીશ નિયામકને સસ્પેન્ડ કરાયા છે. પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને સરકારે સસ્પેન્ડ કર્યા છે. ફેબ્રુઆરીમાં રેડની માહિતી લીક કરતા કાર્યવાહી આ મદદનીશ નિયામકે ફેબ્રુઆરી મહિનામાં રેડની માહિતી લીક કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી અધિકારી સામે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ખેડામાં પુરવઠા વિભાગની થયેલી રેડ સંદર્ભે અધિકારીએ પહેલા જ માહિતી લીક કરી હતી. રાજકોટ અગ્નિકાંડમાં ATPO રાજેશ મકવાણા સસ્પેન્ડ રાજકોટ અગ્નિકાંડ કેસમાં એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો હતો,આ અધિકારી દ્વારા મનસુખ સાગઠિયાના કહેવાથી રેકર્ડમાં છેડછાડ કરવામાં આવી હતી અને તેની ભૂલ હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરાયો હતો,અત્યાર સુધી 8 અધિકારીઓને ઘરભેગા કરાયા છે. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા. અગ્નિકાંડ મુદ્દે બે પીઆઈને પણ કરાયા હતા સસ્પેન્ડ SITની તપાસ બાદ અગ્નિકાંડ મુદ્દે મોટી કાર્યવાહી કરતા બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તત્કાલિન PI વી.એસ.વણઝારા અને જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા હતા. ગેમઝોનની પરવાનગી માટે બંને પીઆઈની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2021માં બંને વી.એસ.વણઝારા અને જે.વી.ધોળા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.

Gandhinagar: વધુ એક અધિકારી સામે લેવાયા પગલા, પુરવઠા વિભાગના મદદનીશ નિયામક સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને કરાયા સસ્પેન્ડ
  • ખેડામાં પુરવઠા વિભાગની રેડની માહિતી લીક કરી હતી
  • ફેબ્રુઆરીમાં રેડની માહિતી લીક કરતા કાર્યવાહી

રાજ્યમાં વધુ એક અધિકારી સામે સરકારે પગલા લીધા છે. રાજ્યના પુરવઠા વિભાગના મદદનીશ નિયામકને સસ્પેન્ડ કરાયા છે. પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને સરકારે સસ્પેન્ડ કર્યા છે.

ફેબ્રુઆરીમાં રેડની માહિતી લીક કરતા કાર્યવાહી

આ મદદનીશ નિયામકે ફેબ્રુઆરી મહિનામાં રેડની માહિતી લીક કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી અધિકારી સામે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ખેડામાં પુરવઠા વિભાગની થયેલી રેડ સંદર્ભે અધિકારીએ પહેલા જ માહિતી લીક કરી હતી.

રાજકોટ અગ્નિકાંડમાં ATPO રાજેશ મકવાણા સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો હતો,આ અધિકારી દ્વારા મનસુખ સાગઠિયાના કહેવાથી રેકર્ડમાં છેડછાડ કરવામાં આવી હતી અને તેની ભૂલ હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરાયો હતો,અત્યાર સુધી 8 અધિકારીઓને ઘરભેગા કરાયા છે. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા.

અગ્નિકાંડ મુદ્દે બે પીઆઈને પણ કરાયા હતા સસ્પેન્ડ

SITની તપાસ બાદ અગ્નિકાંડ મુદ્દે મોટી કાર્યવાહી કરતા બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તત્કાલિન PI વી.એસ.વણઝારા અને જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા હતા. ગેમઝોનની પરવાનગી માટે બંને પીઆઈની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2021માં બંને વી.એસ.વણઝારા અને જે.વી.ધોળા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.