Gandhinagar: રાજ્ય સરકારે GPSC માં નવા સભ્યોની નિમણૂક કરી માળખું 10 સભ્યોનું કર્યું; ઉમેદવારો માટે રાહતના સમાચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ પર આખરે નવી નિમણૂકો કરી દીધી છે. સરકારે એકસાથે 7 જેટલા નવા સભ્યોની વરણી કરી છે. જેમના નામમાં કિશોર બચાણી, શિશિર ત્રિવેદી, દીપક રાઠોડ, કે. સી. સંપત અને મયુર મહેતા સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ નિમણૂકો થવાથી આયોગનું કામકાજ વધુ સુચારુ અને ઝડપી બનશે.
GPSC ના ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર
સરકારે માત્ર નિમણૂકો જ નથી કરી પરંતુ GPSC ના વહીવટી અને સંસ્થાકીય માળખામાં પણ સુધારો કર્યો છે. અત્યાર સુધી GPSC નું માળખું 1 ચેરમેન અને 7 સભ્યો મળીને કુલ 8 સભ્યોનું હતું. જોકે, વધતા જતા ભરતીના બોજ અને ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે સુધારો કરીને નવું માળખું 1 ચેરમેન અને 9 સભ્યો મળીને કુલ 10 સભ્યોનું બનાવ્યું છે. હવેથી આયોગ 10 ની મજબૂત ટીમ સાથે ઓપરેટ કરશે.
રાજ્ય સરકારે એકસાથે 7 નવા સભ્યોની કરી નિમણૂક
GPSC માં સભ્યોની અછતને કારણે ઘણી વાર સીધી ભરતી, વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓના પરિણામો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સૌથી મહત્વની ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં વિલંબ થતો હતો. નવા સભ્યોની પૂરતી સંખ્યા અને વિસ્તારેલા માળખાને કારણે હવે આગામી સમયમાં અટકેલી ભરતીઓની કાર્યવાહી, વાંધા અરજીઓનો નિકાલ તેમજ ઇન્ટરવ્યુ રાઉન્ડ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ શકશે.
આ પણ વાંચો: Gandhinagar: મનપા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં; 'નવા જભ્ભા પહેરીને નીકળી ન જતા, જમીન પર રહીને કામ કરજો' –હર્ષ સંઘવી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

