Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ, 11 મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી20 મિટિંગો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બન્ને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં અગ્રેસર તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી છે. જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબિને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ‘ટીમ ગુજરાત’એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વિકસિત ભારત @2047 વડાપ્રધાને ‘વિકસિત ભારત @2047’નું જે વિઝન આપ્યું છે. તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ. 3 વર્ષ દરમિયાન નવી નીતિઓ જાહેર કરી 1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી 2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 3. નવી ગુજરાત IT/ITes પોલિસી 4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 5. ડ્રોન પોલિસી 6. ગુજરાત સેમિકંડક્ટર પોલિસી 7. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 8. સિનેમેટિક ટુરિઝમ પોલિસી 9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0) 10. ગુજરાત ખરીદ નીતિ 11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024 સુશાસનની સિદ્ધિઓ • ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ 5જીનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું ₹3 લાખ 32 હજાર કરોડનું માતબર બજેટ • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન • “અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડ મેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય • ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાંનો સામનો • ગુજરાતમાં સફળતાપૂર્વક 17 G-20 બેઠકોનું આયોજન • ગુજરાતમાં 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લક્ષ્યાંકના 107% • મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત • મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત • Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ G- ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ • આગામી ત્રણ વર્ષમાં ₹1500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન • ઇ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 17 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા • 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવી • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 290 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય • 72 લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ • રાજ્યના 3.82 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે Y- યુવા વિકાસ - સફળ યુવા સમર્થ ગુજરાત • ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ ક્રમે • યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને રોજગારી આપવાના ઉદ્દેશથી ગુજરાતમાં કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના • કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી 2024થી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ • કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીએ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી • સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી • સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ હેઠળ 18 સી.એમ. ફેલો સરકાર સાથે જોડાયા • રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત • 2023માં ખેલ મહાકુંભ 2.0 ઇવેન્ટમાં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો • રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય A- અન્નદાતાનું માન, અન્નદાતાનું ધ્યાન • પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 58.79 લાખ જેટલા ખેડૂત કુટુંબોને ₹11,058.59 કરોડની રાશી સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં • રાજ્યનો ડાંગ જિલ્લો સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો • રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી • 9.85 લાખ ખેડૂતો 8.45 લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે • નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, 56.65 લાખ જેટલી નેનો યુરિયા (500 મીલિ)ની બોટલોનો વપરાશ થયો • કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-A ની સ્થાપના • લગભગ 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, 23.4 લાખ હેક્ટર વિસ્તારને તે હેઠળ આવરી લીધો છે • છેલ્લા 3 વર્ષોમાં ખેડૂતોને ₹24,660 કરોડની પાવર સબસીડી આપવામાં આવી • કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 13,730 એટલે કે 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોની જીવન ગુણવત્તામાં સુધારો • રાજ્યના 246 તાલુકાઓમાં રવિ કૃષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી20 મિટિંગો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બન્ને સફળતાપૂર્વક સંપન્ન થયા છે.
ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં અગ્રેસર
તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી છે. જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબિને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ‘ટીમ ગુજરાત’એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે.
વિકસિત ભારત @2047
વડાપ્રધાને ‘વિકસિત ભારત @2047’નું જે વિઝન આપ્યું છે. તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.
3 વર્ષ દરમિયાન નવી નીતિઓ જાહેર કરી
1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી
2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી
3. નવી ગુજરાત IT/ITes પોલિસી
4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી
5. ડ્રોન પોલિસી
6. ગુજરાત સેમિકંડક્ટર પોલિસી
7. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
8. સિનેમેટિક ટુરિઝમ પોલિસી
9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
10. ગુજરાત ખરીદ નીતિ
11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024
સુશાસનની સિદ્ધિઓ
• ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ 5જીનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું ₹3 લાખ 32 હજાર કરોડનું માતબર બજેટ
• વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન
• “અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડ મેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
• ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાંનો સામનો
• ગુજરાતમાં સફળતાપૂર્વક 17 G-20 બેઠકોનું આયોજન
• ગુજરાતમાં 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લક્ષ્યાંકના 107%
• મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત
• મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત
• Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ
G- ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ
• આગામી ત્રણ વર્ષમાં ₹1500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન
• ઇ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 17 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા
• 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવી
• શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 290 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત
• શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ
• પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય
• 72 લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ
• રાજ્યના 3.82 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે
Y- યુવા વિકાસ - સફળ યુવા સમર્થ ગુજરાત
• ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ ક્રમે
• યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને રોજગારી આપવાના ઉદ્દેશથી ગુજરાતમાં કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના
• કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી 2024થી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ
• કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીએ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી
• સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી
• સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ હેઠળ 18 સી.એમ. ફેલો સરકાર સાથે જોડાયા
• રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
• 2023માં ખેલ મહાકુંભ 2.0 ઇવેન્ટમાં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો
• રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય
A- અન્નદાતાનું માન, અન્નદાતાનું ધ્યાન
• પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 58.79 લાખ જેટલા ખેડૂત કુટુંબોને ₹11,058.59 કરોડની રાશી સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં
• રાજ્યનો ડાંગ જિલ્લો સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો
• રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી
• 9.85 લાખ ખેડૂતો 8.45 લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
• નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, 56.65 લાખ જેટલી નેનો યુરિયા (500 મીલિ)ની બોટલોનો વપરાશ થયો
• કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-A ની સ્થાપના
• લગભગ 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, 23.4 લાખ હેક્ટર વિસ્તારને તે હેઠળ આવરી લીધો છે
• છેલ્લા 3 વર્ષોમાં ખેડૂતોને ₹24,660 કરોડની પાવર સબસીડી આપવામાં આવી
• કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 13,730 એટલે કે 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોની જીવન ગુણવત્તામાં સુધારો
• રાજ્યના 246 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ 2023નું સફળ આયોજન, જેમાં 2.10 લાખથી વધુ ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો/નિષ્ણાતો પાસેથી મેળવ્યું ટેક્નિકલ માર્ગદર્શન
• તુવેર ₹7000 પ્રતિ ક્વિંટલ, ચણા ₹5440 પ્રતિ ક્વિંટલ અને રાયડાની ₹5650 પ્રતિ ક્વિંટલની ટેકાના ભાવે ખરીદી કરી
• વર્ષ 2021-22 દરમિયાન ચણાનું ઉત્પાદન વધતા ભારત સરકાર દ્વારા ખરીદી માટે મંજૂર કરેલ જથ્થા ઉપરાંત રાજ્ય સરકારના ખર્ચે વધારાના 22 હજાર મેટ્રિક ટન જેટલા ચણાની ₹115 કરોડથી વધુના ખર્ચે ખરીદી કરવામાં આવી
• ઇ-સેવાઓ વધુ સુલભ બને તે માટે સામાન્ય સેવા કેન્દ્રો તરીકે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓ (PACS)નો વિકાસ કરવા માટે GOIની પહેલ અન્વયે 3233 PACS ઓનબોર્ડ થયા. જેમાંથી 1812 PACS કાર્યરત છે.
• વિવિધ કૃષિ રાહત પેકેજ અંતર્ગત 12,78,600 જેટલા અસરગ્રસ્ત ખેડૂત લાભાર્થીઓને કુલ ₹1925.89 કરોડની સહાય
• ગુજરાતમાં જુલાઈ-2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ₹350 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર
• છેલ્લા ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટે બજેટ જોગવાઈમાં કુલ 132%નો વધારો
• "મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના” અન્વયે 609 કરોડ રૂપિયાની સહાય
• “લમ્પી સ્કીન ડીસીઝ”ના રોગચાળા દરમિયાન 63 લાખ સ્વસ્થ પશુઓમાં રસીકરણ
• મિલેટ વર્ષનો લાભ રાજ્યના 80 લાખ જેટલા નાગરિકો અને ખેડૂતોને થયો
N- નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર)
• મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 5 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
• નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર
• પોષણ સુધા યોજનાનો વ્યાપ વધાર્યો, ગુજરાતના તમામ 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલી
• વર્ષ 2023માં સૌપ્રથમ વાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર, 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી
• વર્ષ 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવામાં આવી
• ‘નમો ડ્રોન દીદી યોજના’ હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ
સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત
• પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ
• વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMSનું ઉદ્ઘાટન
• ગુજરાતમાં 2.6 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
• પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં નવા 188 ડાયાલિસિસ કેન્દ્રો શરૂ
• રાજ્યમાં કુલ 35 ડે-કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 63 હજારથી વધુ દર્દીઓના 1,69,066 કીયોથેરાપી સેશન્સ થયા
• રાજ્ય વિશિષ્ટ પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ (1.15 કરોડ)ની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય
• 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અંતર્ગત રાજ્યમાં 150 નવી ઇમરજન્સી એમ્બ્યુલન્સનો વધારો, કુલ સંખ્યા 800 થઈ
• ફ્રી ડાયાગ્નોસ્ટિક સર્વિસ ઇનીશિએટીવ (FDSI) અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 33થી વધારી 111, જિલ્લા હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 68થી વધારી 134 કરવામાં આવી
• છેલ્લા 3 વર્ષોમાં રાજ્યમાં 9 નવી મેડિકલ કોલેજો કાર્યરત, કુલ 1100 મેડિકલ સીટ્સ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ
• પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 10,029 નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલમાં રજિસ્ટ્રેશન
• ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે 3,00,727 પોષણકીટનુ વિતરણ, આ કામગીરીમાં ગુજરાત ભારતમાં પ્રથમ
• નમો શ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના જાહેર
• રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ હેઠળ ગુજરાતમાં 14 લાખ સફળ મોતિયાના ઓપરેશન કરાયા
શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાત
• ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની રિયલ ટાઇમ જાણકારી મેળવવાના હેતુથી વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત 874.68 કરોડના ખર્ચે 97,187 સ્માર્ટ ક્લાસરૂમ તથા 1,432.40 કરોડના ખર્ચે 21,037 કમ્પ્યૂટર લેબ પૂરા પાડવામાં આવ્યા
• શાળા પ્રવેશોત્સવ 2024 દરમિયાન 6685 ક્લાસરૂમ, 7878 કોમ્પ્યુટર લેબ, 26,570 સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદ્ઘાટન
• ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ધોરણ 9 થી 12 દરમિયાન ચાર વર્ષોમાં વિદ્યાર્થીનીઓને ₹50 હજારની આર્થિક સહાય
• ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ₹25 હજારની આર્થિક સહાય
ઔદ્યોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત
• વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું 10મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન
• વાયબ્રન્ટ ગુજરાતના 10મા સંસ્કરણમાં 140થી વધુ દેશોમાંથી 61,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો
• વાયબ્રન્ટ સમિટના ભાગ રૂપે 150 જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન
• વાયબ્રન્ટ ગુજરાતના 10મા સંસ્કરણમાં 2,862 B2B મીટિંગ્સ અને 1,368 B2G મીટિંગ્સ યોજાઈ
• ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની 'ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ' જાહેર
• ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે
• સાણંદમાં ₹22,500 કરોડના ખર્ચે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ પૂરજોશમાં
• સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે ₹7600 કરોડના રોકાણથી પ્લાન્ટ શરૂ થશે
• ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને ₹91,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે
• કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં ₹3300 કરોડના રોકાણો સાથે 60 લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે
• આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે MSMEs માટે ‘આસિસ્ટન્સ ફોર ક્વૉલિટી સર્ટિફિકેશન’ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે
• ગુજરાત 38,000થી વધુ ZED પ્રમાણિત MSMEs સાથ આ કેટેગરીમાં ટોપ પર્ફોર્મર
• ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઇન્ડિયા સમિટ 2023નું સફળતાપૂર્વક આયોજન
• ભારત સરકારના DPIIT અનુસાર નાણાકીય વર્ષ 2024માં ગુજરાતને $7.3 બિલિયન FDI પ્રાપ્ત. ગુજરાતે ગત વર્ષની સરખામણીએ $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું.
• નવસારીના વાંસી-બોરસી ખાતે અદ્યતન સુવિધા સાથે પીએમ-મિત્ર પાર્કનું નિર્માણ થશે
નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા
• 32 સ્થળો ખાતે ₹94.65 કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનો અને પીપીપી ધોરણે 3 સ્થળો ખાતે ₹66.32 કરોડના ખર્ચે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ પોર્ટનું લોકાર્પણ
• ગુજરાત એસટી નિગમ દ્વારા 300 લકઝરી, 200 સેમી લક્ઝરી કોચ, 400 સ્લીપર કોચ, 1682 સુપર એક્સ્પ્રેસ, 400 મીની બસ અને 5 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળીને કુલ 2987 નવીન બસોનું લોકાર્પણ
• દિવ્યાંગો ઘર બેઠા ટિકિટ મેળવી શકે તે હેતુથી ઇ-ટિકિટની શરૂઆત
• નાગરિકોને સુવિધા મળે તે હેતુથી એસટી બસોમાં UPI દ્વારા ઓનલાઇન પેમેન્ટની શરૂઆત, 3000 મશીનો આપવામાં આવ્યા
ઊર્જાવાન ગુજરાત
• ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન
• ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર 56.8 મેગાવોટ ક્ષમતાની 3023 સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત
• મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ મોઢેરા દ્વારા 31.5 મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો
• પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના અંતર્ગત માત્ર 7 મહિનામાં 1,59,338 લાભાર્થીઓને લાભ
• 1 હજારથી વધુ CNG સ્ટેશનો સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમે
• દેશના કુલ CNG સ્ટેશનોમાંથી 14 ટકા ગુજરાતમાં
• જામનગરના કાલાવડ ખાતે ₹51.87 કરોડના ખર્ચે 12.5 મેગાવોટના સોલર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
• વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના હાઈબ્રીડ રીન્યૂએબલ પાર્કનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ
• ચોથી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી સમિટનું ગુજરાતમાં પ્રથમવાર આયોજન થનાર છે
• માત્ર 7 મહિનામાં ગુજરાતના ઘરોમાં પોણા 2 લાખથી વધુ ઘરોમાં પીએનજી કનેક્શન્સ
• ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો થયો શિલાન્યાસ
અર્નિંગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ)
• અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ
• અમદાવાદ મેટ્રો ફેઝ-2નું ટુંક સમયમાં થશે લોકાર્પણ, સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ
• ગુજરાતના નાગરિકોના “ઇઝ ઓફ લિવિંગ” માટે “મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના” વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી
• 116 કરોડના ખર્ચે 88 સિવિક સેન્ટરો શરૂ કરવાનું આયોજન
• સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂપિયા ₹3400 કરોડના 159 પ્રોજેક્ટ પૂર્ણ
• વિવિધ મહાનગરપાલિકાઓમાં અમૃત યોજના 1 હેઠળ ₹3350 કરોડના 198 પ્રોજેક્ટ પૂર્ણ
• અમૃત 2.0 હેઠળ વિકાસકાર્યો માટે ₹17 હજાર કરોડની ફાળવણી
• રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો
• “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના
• ગુજરાતના 20 જિલ્લાના 51 ગામો સ્માર્ટ વિલેજ જાહેર
• સ્માર્ટ વિલેજોમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ
• રાજ્યના કુલ 1057 તીર્થગામ અને કુલ 445 પાવન ગામો મળીને કુલ 1502 ગામોને પુરસ્કાર અનુદાન
• ગુજરાતની ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને 384 નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ
પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ
• રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન
• યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરીઝમ વિલેજ” જાહેર
• ભારતમાં સૌપ્રથમ “સમુદ્ર સીમા દર્શન”નો કચ્છમાં કોટેશ્વર નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ
• UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયની યાદીમાં સામેલ
• યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યો
• ભગવાન શ્રી કૃષ્ણની નગરી 'બેટ દ્વારકા'ની વિશ્વસ્તરીય કાયાપલટ કરવાનો નિર્ણય
• ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો 'નોર્થ-પદમ બીચ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
• પાવાગઢ ખાતે મહાકાળી માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ
• મુખ્ય યાત્રાધામોની ફરતે નાના યાત્રાધામોનો ₹857.14 કરોડના ખર્ચે થઈ રહ્યો છે વિકાસ
• 76.51 કરોડના ખર્ચે ફેઝ-1 હેઠળ બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ, મંદિરના શિખકરની ઊંચાઈ 86 ફૂટ 1 ઈંચ સુધી વધારવામાં આવશે
• ભારત સરકાર દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન
• 1200 કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો થશે પુનઃવિકાસ
જળસમૃદ્ધ ગુજરાત
• વલસાડ જિલ્લામાં એન્જિયરિંગની દ્રષ્ટિએ ચમત્કારિક એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ
• સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો
• રાજ્યમાં કેચ ધ રેઇનના કોન્સેપ્ટ સાથે જળસંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત
• નલ સે જલ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 14 લાખ નળ જોડાણ
• સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાત માટે ₹1300 કરોડના વિવિધ બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ
• નળકાંઠાના વિસ્તારમાં 39 ગામોને સિંચાઈની સુવિધા માટે ₹400 કરોડથી વધુના કામોનો પ્રારંભ
• રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે ₹181 કરોડના ખર્ચે સૌની યોજના લિંક-4નું ખાતમુહૂર્ત
• સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા ₹417 કરોડની યોજનાને મંજૂરી
• દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો ₹117 કરોડના ખર્ચે કાયાકલ્પ
વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
• સાબરમતી નદી પર આઇકોનિક અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ
• રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
• ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
• અંદાજિત ₹394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ
• સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું લોકાર્પણ
• સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત
• દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણનો નિર્ણય
• અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી મળી
શાંત અને સુરક્ષિત ગુજરાત
• ગુજરાત પોલીસે એક વર્ષમાં ₹5640 કરોડનું ડ્રગ્સ પકડ્યું: 431 આરોપીઓ સામે 317 ગુના દાખલ
• ગુજરાત પોલીસની ટીમે માત્ર 20 દિવસમાં 2.58 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા
• પોક્સો હેઠળના ગુન્હાઓમાં 10 દિવસમાં કાર્યવાહી કરીને 21 દિવસમાં ફાંસીની સજા
• જિલ્લાના 650 પોલીસ સ્ટેશનો પૈકી 240 પોલીસ સ્ટેશનોને પી.આઇ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય
• ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર
• જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો
• ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ એક્ટ 2024 અમલી
અન્ય
• કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’-ગ્રિટની રચના
• વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
• ગુજરાતમાં ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય
• ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
• ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
• બાંગ્લાદેશમાં હિંસાના માહોલની વચ્ચે ગુજરાતના 14 વિદ્યાર્થીઓને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા.
• ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં ફસાયેલા 569 બિન-નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
• ‘ઓપરેશન અજય’ હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા 30 બિન-નિવાસી ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા
ગુજરાતને મળ્યા એવોર્ડ્સ – મારું ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત
• ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’ અનુસાર યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ
• GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને સાત એવૉર્ડ
• એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) 2022ના ચાર મુખ્ય પિલર્સમાં એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ
• RBI બુલેટિન અનુસાર બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સને પૂરું પાડવામાં આવ્યું ફંડ
• ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
• ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ-2022” માં ગુજરાતને “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ
• વિદ્યા સમીક્ષા કેન્દ્રને “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર”
• PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’
• 8 જાન્યુઆરીના રોજ IKF-2023 રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ઉડાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ