Gandhinagar મનપા ચૂંટણીમાં વોર્ડ નં 11 માં ભારે બબાલ, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચાલતા મતદાન દરમિયાન વોર્ડ નંબર 11 માંથી મોટો વિવાદ સામે આવ્યો છે. ખોરજ ખાતે આવેલા મતદાન મથકમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર દાદાગીરી કરવાના અને મતદાન મથકની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવીને મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
ઉમેદવાર સિવાયના કાર્યકરો ખોરજ બૂથમાં ઘૂસ્યા
મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર 11 ના ખોરજ સ્થિત બૂથ પર નિયમ વિરુદ્ધ જઈને ઉમેદવાર સિવાયના અન્ય ભાજપના કાર્યકરો અંદર ઘૂસી ગયા હતા. આ બાબતે કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર અને કાર્યકરોએ વિરોધ દર્શાવતાં જ બંને પક્ષો વચ્ચે સામસામે વિવાદ શરૂ થઈ ગયો હતો. જોતજોતામાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે તીખી બોલાચાલી અને ઘર્ષણ સર્જાતાં મતદાન મથક બહાર અને અંદર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડી
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બૂથ પર બોલાચાલી અને ઘર્ષણની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ખોરજ મતદાન મથકે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બૂથ પરિસરમાંથી અનાવશ્યક ભીડ અને કાર્યકરોને બહાર ખસેડ્યા હતા. પોલીસ અધિકારીઓએ મધ્યસ્થી કરીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે પુનઃ મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી.
આ પણ વાંચો : Suratમાં TEJAS એસોસિએશનનું મહામંથન, 35 હજારથી વધુ મશીન માલિકોની હાજરીમાં લેવાયા નિર્ણયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

