Gandhinagar: બમ્પર વોટિંગઃ કાલે વિધાનસભા- 2027ની ચૂંટણીનું ભવિષ્ય ખુલશે

Apr 27, 2026 - 07:00
Gandhinagar: બમ્પર વોટિંગઃ કાલે વિધાનસભા- 2027ની ચૂંટણીનું ભવિષ્ય ખુલશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

SIR (એસઆઈઆર) માં 74.74 લાખ મતદારો ઘટયા છતાંય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં વર્ષ 2021ની ચૂંટણીના સાપેક્ષમાં ઊંચું વોટિંગ થયું છે. વર્ષ 2021માં કોવિડ-19 ના નિયંત્રણો વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46.08 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે 44 ડિગ્રી ગરમી વચ્ચે મહાનગરોમાં 50 ટકાથી વધુ મત પડયા છે. જોકે, ગ્રામીણ ક્ષેત્રે જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં 62-63 ટકા આસપાસ મતદાન થયું છે. ફેબ્રુઆરી-2021ની ચૂંટણીમાં પંચાયતોમાં 66.68 ટકા મત પડયા હતા. 27 ટકા ઓબીસી અનામત, 9 નવા મ્યુનિસિપલ કોર્પોરેશન, એક નવો જિલ્લો અને 17 નવા તાલુકાઓને કારણે નવા સીમાંકનો-રોટેશનો વચ્ચે યોજાયેલી આ પહેલી ચૂંટણીમાં નોંધાયેલું બમ્પર વોટિંગ વર્ષ 2027 ને અંતે યોજનારી વિધાનસભા ચૂંટણીમાં કયા રાજકીય પક્ષના મૂળિયા કેટલા ઊંડા કરશે તેનું ભવિષ્ય નક્કી કરશે, જે મંગળવારે થનારી મતગણતરીમાં સ્પષ્ટ થશે.

રવિવારે મતદાન દરમિયાન શહેરી સંસ્થા-પાલિકાઓમાં એક વોર્ડમાં રાજકીય પાર્ટીની પેનલો અર્થાત ચાર ઉમેદવારોમાં મોટાપાયે ક્રોસવોટિંગ થયાની બૂમો ઉઠી હતી. ઈવીએમમાં પડેલા મતો મંગળવારે કંટ્રોલ યુનિટ-CU (સીયુ)માંથી કુલ સરવાળો જાહેર થશે ત્યારે એક પક્ષના 4 ઉમેદવારોની પેનલો તૂટે તો નવાઈ નહીં. રિઝર્વેશનને કારણે શહેરી સંસ્થાઓમાં બેઠક ફાળવણી-રોટેશનમાં બદલાવ થતા વોર્ડમાં અનામત વર્ગના ઉમેદવારોને સૌથી વધારે મત મળશે તો પણ તે સામાન્ય બેઠક પર વિજેતા જાહેર થઈ શકશે નહીં. અલબત્ત, કેટલીક પાલિકામાં 1 વોર્ડમાં 4 બેઠકોમાંથી બે સામાન્ય બેઠકો હોય ત્યાં એક સામાન્ય બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થતા મંગળવારે યોજનારી મતગણતરી તબક્કે કયા નિયમો હેઠળ પરિણામો-વિજેતાની જાહેરાત કરવી તે અંગે રાજ્ય ચૂંટણી આયોગે ગણતરીકારોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 10,005 બેઠકો પૈકી 736 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. રવિવારે મતદાન હેઠળની 9,262 બેઠકો સામે 25,537 ઉમેદવારો ચૂંટણીના મેદાને હતા.-

  • SIRને કારણે મતદારો ઘટયા છતાંય મ્યુ. કોર્પોરેશનમાં 2021 કરતાં પાંચ ટકા ઊંચું વોટિંગ
  • રિઝર્વેશનના રોટેશન બદલાતા ગ્રામીણ ક્ષેત્રમાં છેલ્લી ચૂંટણીના સાપેક્ષમાં ઓછા મત પડયા
  • 15 મ્યુ. કોર્પોરેશન, 84 પાલિકાઓમાં રાજકીય પક્ષોની પેનલોમાં ક્રોસ વોટિંગની બૂમો પડી

ડાંગ-નર્મદામાં મહિલાઓનો વટ, સૌરાષ્ટ્રમાં 10 ટકા મતોમાં ઘટ

જિલ્લા પંચાયતોમાં છ વાગ્યા સુધીમાં કુલ 61.69 ટકા મતદાન નોંધાયું છે. જેમાં કુલ પુરુષ મતદારોમાંથી 62.88 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 58.29 ટકા મહિલાઓએ મતદાન કર્યું છે. જોકે, રાજ્યના 34 જિલ્લાઓમાં નર્મદા અને ડાંગ - આ બે જિલ્લાઓમાં મહિલાઓએ મતાધિકારના ઉપયોગમાં પુરુષોને પણ પાછળ છોડયા છે. નર્મદામાં 80.95 ટકા મહિલાઓ દ્વારા મતદાન થયું છે જ્યારે પુરુષ મતદારોનું પ્રમાણ 80.38 ટકા આસપાસ રહ્યું છે. ડાંગમાં પણ મહિલાઓનું 77.56 ટકા અને પુરુષોનું 76.46 ટકા પ્રમાણ છે. જ્યારે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં પુરુષ અને મહિલા મતદારો વચ્ચે 10 ટકાનું અંતર રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0