Ahmedabad News : AMC નો મહત્વનો નિર્ણય, સીલ કરાયેલી સિઝનેબલ દુકાનોને ફરી ખોલવાની આપી મંજૂરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉ વિવિધ નિયમોના ભંગ બદલ કે અન્ય કારણોસર સીલ કરવામાં આવેલી સિઝનેબલ દુકાનોના વેપારીઓને તહેવારોની સિઝનમાં મોટી રાહત આપવામાં આવી છે. તંત્ર દ્વારા આ સીલ કરાયેલી દુકાનોને ફરીથી ખોલવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી નાના વેપારીઓ પોતાનો રોજગાર ફરી શરૂ કરી શકે.
રાખડીઓ અને અન્ય સિઝનેબલ વસ્તુઓ વેચી શકાશે
AMC ની મંજૂરી મળ્યા બાદ આ દુકાનદારો આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાખડીઓ અને અન્ય સંબંધિત વસ્તુઓનું વેચાણ કરી શકશે. જોકે, કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવી છે કે આ દુકાનો પરથી કોઈપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં. ફટાકડા સિવાયની અન્ય તમામ જીવનજરૂરી કે તહેવારલક્ષી વસ્તુઓ વેચવાની વેપારીઓને છૂટ આપવામાં આવી છે.
વેપારીઓએ AMC સમક્ષ બાંયધરી બોન્ડ રજૂ કરવો પડશે
મહત્વનું છે કે, દુકાનો ફરીથી શરૂ કરતા પહેલા તમામ સંબંધિત વેપારીઓએ AMC સમક્ષ એક ખાસ બોન્ડ લખી આપવો પડશે. આ બોન્ડમાં વેપારીઓએ બાંયધરી આપવી પડશે કે તેઓ દુકાનમાં ફટાકડા નહીં વેચે અને તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે. નિયમોનો ભંગ થશે તો ફરીથી કડક કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો : Ahmedabad પોલીસનું ઓપરેશન નાઈટ વોચ, સ્ટંટબાજો અને દારૂડિયાઓ સામે સખત કાર્યવાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

