Gandhinagar : પ્રવાસન સ્થળોના વિકાસ માટેની રાજ્ય સરકાર દ્વારા કરોડો રુપિયાની ગ્રાન્ટ મંજૂર, જૂનાગઢ અને દ્વારકામાં ખાસ આયોજન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના પ્રવાસન સ્થળોના વિકાસ માટેની રાજ્ય સરકાર દ્વારા કરોડો રુપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
28.68 કરોડના વિકાસકામોને મંજૂરી
રાજ્ય સરકારે પ્રવાસન સ્થળોના વિકાસ માટે કુલ 28.68 કરોડના વિકાસકામોને મંજૂરી આપી છે જેમાં જૂનાગઢ ઉપરકોટ કિલ્લામાં 2 નવી લિફ્ટ બનાવાનું આયોજન કરાયું છે. પ્રવાસીઓ માટે નવા પાર્કિંગ બનશે
દ્વારકા માટે 20.9 કરોડનો માસ્ટર પ્લાન
ઉપરાંત યાત્રાધામ દ્વારકા માટે 20.9 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે અને શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ તૈયાર થશે ડાંગ અને વલસાડના પ્રવાસન સ્થાનો ચમકશે
ઉપરાંત ડાંગ અને વલસાડના પ્રવાસન સ્થાનો ચમકશે. મજવેડી ગેટ પાસે કમ્પાઉન્ડ વોલ બનશે તો ગોધરાના ઐતિહાસિક ગાંધી આશ્રમનું નવીનીકરણ કરાશે. વારસાને સાચવવા રૂ.3.36 કરોડની ગ્રાન્ટ ફાળવી
સરકારે વારસાને સાચવવા રૂ.3.36 કરોડની ગ્રાન્ટ ફાળવી છે તો ડાંગ દરબાર માટે રૂ.1.25 કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત વલસાડ ઘાટકેશ્વર મહાદેવ બ્યટિફિકેશન માટે 1.80 કરોડની ફાળવણી કરાઇ છે. રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ - ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે
ઉપરાંત રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ - ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે અને શંખલપુર ખાતે સોલાર સિસ્ટમ - પેવર બ્લોક નખાશે. સરકારો શંખલપુર માટે રૂ.60.64 લાખ ફાળવ્યા છે અને અમરેલી ખોડિયાર મંદિર ખાતે સત્સંગ હોલ બનશે.હોલ અને પાર્કિંગ શેડ માટે રૂ. 49.80 લાખ મંજૂર કરાયા છે..
આ પણ વાંચો---- Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

