Gandhinagar: પાણી ઓસરતા નંબર પ્લેટો દેખાઇ વેરવિખેર, મહાત્મા મંદિર અંડરબ્રિજનો જુઓ Video

ગુજરાતમાં મેઘો ધોધમાર, શાળાઓમાં રજા જાહેર અંડરપાસમાં નંબર પ્લેટોનો જોવા મળ્યો ઢગલો પાણી ભરાતા વાહનોની નંબર પ્લેટો તૂટી ગઇ ગુજરાતમાં વરસાદના કહેરથી સ્થિતિ વધુ વણસી છે. મંગળવારે પણ ભારે વરસાદની સંભાવના છે. તમામ પ્રાથમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે 27 ઓગસ્ટે ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સોમવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. 24 કલાકમાં 251 તાલુકાઓમાં વરસાદ હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ 14 ઈંચ વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો છે. જ્યારે વલસાડમાં તો પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. કચ્છમાં પાણીના જોરદાર પ્રવાહમાં અનેક ભેંસો તણાઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે એનડીઆરએફની ટીમ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. અંડરપાસમાં નંબર પ્લેટોનો ઢગલો ગુજરાતમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. હજી પણ ભારે વરસાદની આગાહી છે. તેવામાં ગાંધીનગરથી વાવોલને જોડતા અંડર પાસના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. અહીં અનેક વાહનો ફસાયા હતા. વધુ માત્રામાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. આવા સમયે પાણીમાં જ્યારે કાર કાઢીએ ત્યારે નંબર પ્લેટો તૂટી જાય છે. ત્યારે આજે સવારે અંડર પાસમાં નંબરપ્લેટોનો ઢગલો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વલસાડમાં એનડીઆરએફ દ્વારા કામગીરી એનડીઆરએફના નિરીક્ષક રમેશ કુમારે જણાવ્યું હતું કે ઔરંગાબાદ નદીના પાણીને કારણે હનુમાનબાગડા અને વલસાડનો માર્ગ બંધ કરી દીધો છે. આ દરમિયાન તબીબી કટોકટી ધરાવતી ગર્ભવતી મહિલાને બચાવી લેવામાં આવી હતી. હવે અમે ખાદ્યપદાર્થોનું વિતરણ કરી રહ્યા છીએ.

Gandhinagar: પાણી ઓસરતા નંબર પ્લેટો દેખાઇ વેરવિખેર, મહાત્મા મંદિર અંડરબ્રિજનો જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં મેઘો ધોધમાર, શાળાઓમાં રજા જાહેર
  • અંડરપાસમાં નંબર પ્લેટોનો જોવા મળ્યો ઢગલો
  • પાણી ભરાતા વાહનોની નંબર પ્લેટો તૂટી ગઇ

ગુજરાતમાં વરસાદના કહેરથી સ્થિતિ વધુ વણસી છે. મંગળવારે પણ ભારે વરસાદની સંભાવના છે. તમામ પ્રાથમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે 27 ઓગસ્ટે ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સોમવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

24 કલાકમાં 251 તાલુકાઓમાં વરસાદ

હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ 14 ઈંચ વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો છે. જ્યારે વલસાડમાં તો પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. કચ્છમાં પાણીના જોરદાર પ્રવાહમાં અનેક ભેંસો તણાઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે એનડીઆરએફની ટીમ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે.

અંડરપાસમાં નંબર પ્લેટોનો ઢગલો

ગુજરાતમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. હજી પણ ભારે વરસાદની આગાહી છે. તેવામાં ગાંધીનગરથી વાવોલને જોડતા અંડર પાસના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. અહીં અનેક વાહનો ફસાયા હતા. વધુ માત્રામાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. આવા સમયે પાણીમાં જ્યારે કાર કાઢીએ ત્યારે નંબર પ્લેટો તૂટી જાય છે. ત્યારે આજે સવારે અંડર પાસમાં નંબરપ્લેટોનો ઢગલો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

વલસાડમાં એનડીઆરએફ દ્વારા કામગીરી

એનડીઆરએફના નિરીક્ષક રમેશ કુમારે જણાવ્યું હતું કે ઔરંગાબાદ નદીના પાણીને કારણે હનુમાનબાગડા અને વલસાડનો માર્ગ બંધ કરી દીધો છે. આ દરમિયાન તબીબી કટોકટી ધરાવતી ગર્ભવતી મહિલાને બચાવી લેવામાં આવી હતી. હવે અમે ખાદ્યપદાર્થોનું વિતરણ કરી રહ્યા છીએ.