Gandhinagar: તહેવારોમાં ડુપ્લીકેટનો વેપાર! દહેગામમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અંદાજે 822 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાંચ લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં તહેવારો ટાણે ભેળસેળ કરનાર લોકોને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 5 લાખ 26 હજારના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ શંકાસ્પદ ઘીની તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી 1570 કિલો ઘી જપ્ત કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સાંઈનાથ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ભેળસેળ યુક્ત ઘી હોવાની શંકા જણાતા 1570 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. રૂ.9,47,360નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બનાસકાંઠાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. તહેવારોમાં ભેળસેળ કરતા તત્વો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. કડીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો મળતી માહિતી અનુસાર, પાટણ ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીનું વેચાણ કરતા નીતિન ભાઈલાલ ઘી વાળાને ત્યા દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દુકાનમાંથી વિવિધ બ્રાન્ડના ઘીના 11 સેમ્પલ લઇ 14 લાખનો ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી સેમ્પલ પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની તપાસના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કડીમાં નકલી ઘીનો કાળો કારોબાર કડીના જીઆઈડીસીમાં પાંચ જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીની ટીમે દરોડા પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે 297 કિલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામઓઈલ, 8036 કિલો રિફાઇન પામઓઈલ અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા અગાઉ રાજકોટના મેટોડા GIDCમાંથી મોટા જથ્થામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયાનો મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક અસરથી ડેરીઓમાંથી સેમ્પલ લેવાના આદેશ કરવામા આવ્યા હતા, જે બાદ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ધીના સેમ્પલ લીધા. વાણિયાવાડી વિસ્તારમાં સીતારામ વિજય પટેલ ડેરીમાં દરોડા પાડતા છાશમાંથી મલાઈ કાઢી બનાવેલા ઘી 1 કિલોના 800 રૂપિયા, ગાયનાં ઘીના 1 કિલોના 640 રૂપિયા, ભેંસના ઘીના 1 કિલોના 580 રૂપિયામાં વેચતા હોવાનુ સામે આવ્યું. તેમજ અલગ અલગ મીઠાઈમાં પણ કલરનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. સુરતમાં સુમુલ ડેરી બ્રાન્ડના નામનો દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળું ડપ્લિકેટ ઘીનું વેચાણ કરતા બે પ્રાઇમ સ્ટોરમાં પાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નકલી ઘીનું વેચાણ કરતા પોલીસે 30 વર્ષીય હરિરામ ચૌધરીની ધરપકડ કરી હતી.

Gandhinagar: તહેવારોમાં ડુપ્લીકેટનો વેપાર! દહેગામમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અંદાજે 822 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાંચ લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં તહેવારો ટાણે ભેળસેળ કરનાર લોકોને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 5 લાખ 26 હજારના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ શંકાસ્પદ ઘીની તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી 1570 કિલો ઘી જપ્ત કરાયું હતું

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સાંઈનાથ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ભેળસેળ યુક્ત ઘી હોવાની શંકા જણાતા 1570 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. રૂ.9,47,360નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બનાસકાંઠાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. તહેવારોમાં ભેળસેળ કરતા તત્વો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે.

કડીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો

મળતી માહિતી અનુસાર, પાટણ ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીનું વેચાણ કરતા નીતિન ભાઈલાલ ઘી વાળાને ત્યા દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દુકાનમાંથી વિવિધ બ્રાન્ડના ઘીના 11 સેમ્પલ લઇ 14 લાખનો ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી સેમ્પલ પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની તપાસના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

કડીમાં નકલી ઘીનો કાળો કારોબાર

કડીના જીઆઈડીસીમાં પાંચ જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીની ટીમે દરોડા પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે 297 કિલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામઓઈલ, 8036 કિલો રિફાઇન પામઓઈલ અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

અગાઉ રાજકોટના મેટોડા GIDCમાંથી મોટા જથ્થામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયાનો મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક અસરથી ડેરીઓમાંથી સેમ્પલ લેવાના આદેશ કરવામા આવ્યા હતા, જે બાદ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ધીના સેમ્પલ લીધા. વાણિયાવાડી વિસ્તારમાં સીતારામ વિજય પટેલ ડેરીમાં દરોડા પાડતા છાશમાંથી મલાઈ કાઢી બનાવેલા ઘી 1 કિલોના 800 રૂપિયા, ગાયનાં ઘીના 1 કિલોના 640 રૂપિયા, ભેંસના ઘીના 1 કિલોના 580 રૂપિયામાં વેચતા હોવાનુ સામે આવ્યું. તેમજ અલગ અલગ મીઠાઈમાં પણ કલરનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું.

સુરતમાં સુમુલ ડેરી બ્રાન્ડના નામનો દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળું ડપ્લિકેટ ઘીનું વેચાણ કરતા બે પ્રાઇમ સ્ટોરમાં પાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નકલી ઘીનું વેચાણ કરતા પોલીસે 30 વર્ષીય હરિરામ ચૌધરીની ધરપકડ કરી હતી.