Gandhinagar: ડસ્ટ ફ્રી હશે મેદાન! કૈલાશ પર્વતની થીમ પર કેસરિયા ગરબાનું આયોજન

નવરાત્રિ પર્વની ઉજવણી કરવા માટે સૌ કોઇ થનગની રહ્યા છે. ખાસ કરીને ગરબા પ્રેમીઓ તો બે મહિના અગાઉથી જ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. ચણિયાચોળી, કેડિયા, પાઘડી સહિત ગામઠી પોશાકની ખરીદી કરી રહ્યા છે. અત્યારે તમે બજારમાં જાઓ તો ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ શેરી ગરબા સિવાય પણ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજકો તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ડસ્ટ ફ્રી હશે મેદાન ત્યારે આ વખતે ગાંધીનગકમાં કૈલાશ પર્વતની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવનાર છે. સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. કૈલાશ પર્વતની થીમ પર 80 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ બનાવવામાં આવશે. ખેલૈયાઓ સારી રીતે ગરબા રમી શકે તે માટે ડસ્ટ ફ્રી મેદાન તૈયાર કરવામાં આવનાર છે. 1500 ખેલાડીઓની કેપેસિટી ધરાવતુ મેદાન હશે. ગત વર્ષે રામલીલાની હતી થીમ સહાય ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે આઠમના દિવસે 51 હજાર દીવડા સાથે મહાઆરતીનું આયોજન કરાયુ છે. આ નવરાત્રિના આયોજનમાં એક અલગ વાત એ છે કે દરેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરાશે. મહત્વનું છે કે ગયા વર્ષે રામમંદિરની થીમ હતી. જેમાં ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અદભુત લાઈટિંગ સાથે દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ કરાવતી શ્રી રામ મંદિરની 101 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ઇનામો આપીને કરાશે પ્રોત્સાહિત ગત વર્ષે પ્રત્યેક નોરતે નક્કી કરાયેલી 11 કેટેગરી માટે અનુભવી નિર્ણાયકો દ્વારા વિજેતા અને રનર્સ અપ તરીકે પસંદ કરાયેલા 38 ખેલૈયાઓને આકર્ષક ઇનામો, રામમંદિર મોમેન્ટો, કેશ પ્રાઇઝ અને ગિફ્ટ વાઉચર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. મેગા ફાઇનલમાં વિજેતા અને રનર્સ અપ ખેલૈયાઓને વિવિધ કેટેગરી મુજબ ટીવીએસ ઍક્સેસ, ગોવા ટુર પેકેજ, લેપટોપ, એસી, વોશિંગ મશીન, મોબાઈલ, સાયકલ, સ્માર્ટ વોચ, ડ્રેસિંગ ટેબલ, ડાયમંડની બુટ્ટી સહિતના ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારે આ વખતે પણ ઇનામોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Gandhinagar: ડસ્ટ ફ્રી હશે મેદાન! કૈલાશ પર્વતની થીમ પર કેસરિયા ગરબાનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિ પર્વની ઉજવણી કરવા માટે સૌ કોઇ થનગની રહ્યા છે. ખાસ કરીને ગરબા પ્રેમીઓ તો બે મહિના અગાઉથી જ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. ચણિયાચોળી, કેડિયા, પાઘડી સહિત ગામઠી પોશાકની ખરીદી કરી રહ્યા છે. અત્યારે તમે બજારમાં જાઓ તો ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ શેરી ગરબા સિવાય પણ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજકો તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

ડસ્ટ ફ્રી હશે મેદાન 

ત્યારે આ વખતે ગાંધીનગકમાં કૈલાશ પર્વતની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવનાર છે. સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. કૈલાશ પર્વતની થીમ પર 80 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ બનાવવામાં આવશે. ખેલૈયાઓ સારી રીતે ગરબા રમી શકે તે માટે ડસ્ટ ફ્રી મેદાન તૈયાર કરવામાં આવનાર છે. 1500 ખેલાડીઓની કેપેસિટી ધરાવતુ મેદાન હશે.

ગત વર્ષે રામલીલાની હતી થીમ

સહાય ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે આઠમના દિવસે 51 હજાર દીવડા સાથે મહાઆરતીનું આયોજન કરાયુ છે. આ નવરાત્રિના આયોજનમાં એક અલગ વાત એ છે કે દરેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરાશે. મહત્વનું છે કે ગયા વર્ષે રામમંદિરની થીમ હતી. જેમાં ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અદભુત લાઈટિંગ સાથે દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ કરાવતી શ્રી રામ મંદિરની 101 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.

ઇનામો આપીને કરાશે પ્રોત્સાહિત

ગત વર્ષે પ્રત્યેક નોરતે નક્કી કરાયેલી 11 કેટેગરી માટે અનુભવી નિર્ણાયકો દ્વારા વિજેતા અને રનર્સ અપ તરીકે પસંદ કરાયેલા 38 ખેલૈયાઓને આકર્ષક ઇનામો, રામમંદિર મોમેન્ટો, કેશ પ્રાઇઝ અને ગિફ્ટ વાઉચર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. મેગા ફાઇનલમાં વિજેતા અને રનર્સ અપ ખેલૈયાઓને વિવિધ કેટેગરી મુજબ ટીવીએસ ઍક્સેસ, ગોવા ટુર પેકેજ, લેપટોપ, એસી, વોશિંગ મશીન, મોબાઈલ, સાયકલ, સ્માર્ટ વોચ, ડ્રેસિંગ ટેબલ, ડાયમંડની બુટ્ટી સહિતના ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારે આ વખતે પણ ઇનામોનું આયોજન કરવામાં આવ્યું છે.