Surat: પાંડેસરામાંથી 33 કિલો ગાંજો ઝડપાયો, બે મહિલા સહિત પાંચની ધરપકડ

સુરતમાં અવારનવાર ગાંજા અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યો મળી આવે છે. ત્યારે ફરી એકવાર અલગ જ મોડસ ઓપરેન્ડિથી ચાલતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાંડેસરાના બાટલી બોય પાસેથી 33 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 33 કિલો ગાંજો સાથે બે મહિલા સહિત કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી બાઈકથી પાયલોટિંગ કરતો હતો. સેકન્ડ એસી ટ્રેનમાં ગાંજો લાવવામાં આવ્યો હતો આરોપીઓ ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યા હતાં. સેકન્ડ એસીમાં બેસીને આરોપીઓ સુરત રેલવે મારફતે આવ્યા હતાં. રેલવે સ્ટેશનથી ઓટોમાં 33 કિલો ગાંજાના જથ્થા સાતે બેઠાં હતાં. બાદમાં આ વખતે આરોપીઓ બાળકોને પણ સાથે લઈને નીકળ્યા હતાં. જેથી કોઈને શંકા ન જાય. સાથે જ ઓટો રિક્ષાની આગળ પાયલોટિંગ માટે એક બાઈક પણ ચાલી રહ્યું હતું. બે કપલ સહિત એક ઝડપાયો ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, આરોપીઓએ ગાંજાની સ્મેલ ન આવે તે માટે ગાંજાને કપડામાં બાંધીને તેની ઉપર પ્લાસ્ટિકનું કવર લગાવી બેગમાં પેક કરતા હતાં. તે ઉપરાંત પોલીસને શંકા ન જાય તે માટે બે કપલ દ્વારા આ ગાંજો સુરત લાવામાં લાવવામાં આવતો હતો. છેલ્લા છ મહિનામાં ત્રણ વખત આ રીતે ઓડીશાથી સુરત ટ્રેન મારફતે ગાંજાનો લાવામાં આવતો હતો. એક વખતે 10 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. બીજી વખતે 15 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. ત્રીજી વખત 20 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. પોલીસે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ કરી છે.

Surat: પાંડેસરામાંથી 33 કિલો ગાંજો ઝડપાયો, બે મહિલા સહિત પાંચની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં અવારનવાર ગાંજા અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યો મળી આવે છે. ત્યારે ફરી એકવાર અલગ જ મોડસ ઓપરેન્ડિથી ચાલતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાંડેસરાના બાટલી બોય પાસેથી 33 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 33 કિલો ગાંજો સાથે બે મહિલા સહિત કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી બાઈકથી પાયલોટિંગ કરતો હતો.

સેકન્ડ એસી ટ્રેનમાં ગાંજો લાવવામાં આવ્યો હતો

આરોપીઓ ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યા હતાં. સેકન્ડ એસીમાં બેસીને આરોપીઓ સુરત રેલવે મારફતે આવ્યા હતાં. રેલવે સ્ટેશનથી ઓટોમાં 33 કિલો ગાંજાના જથ્થા સાતે બેઠાં હતાં. બાદમાં આ વખતે આરોપીઓ બાળકોને પણ સાથે લઈને નીકળ્યા હતાં. જેથી કોઈને શંકા ન જાય. સાથે જ ઓટો રિક્ષાની આગળ પાયલોટિંગ માટે એક બાઈક પણ ચાલી રહ્યું હતું.

બે કપલ સહિત એક ઝડપાયો

ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, આરોપીઓએ ગાંજાની સ્મેલ ન આવે તે માટે ગાંજાને કપડામાં બાંધીને તેની ઉપર પ્લાસ્ટિકનું કવર લગાવી બેગમાં પેક કરતા હતાં. તે ઉપરાંત પોલીસને શંકા ન જાય તે માટે બે કપલ દ્વારા આ ગાંજો સુરત લાવામાં લાવવામાં આવતો હતો. છેલ્લા છ મહિનામાં ત્રણ વખત આ રીતે ઓડીશાથી સુરત ટ્રેન મારફતે ગાંજાનો લાવામાં આવતો હતો. એક વખતે 10 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. બીજી વખતે 15 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. ત્રીજી વખત 20 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. પોલીસે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ કરી છે.