Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે બિનવારસી વાહનોને જપ્ત કરવા માટે શરૂ કરી ખાસ ડ્રાઈવ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી બિનવારસી વાહનોને જપ્ત કરવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.સતર્ક અને કર્તવ્યનિષ્ઠ નાગરિકો તરીકે આપ આ નંબર પર 6359625365 વોટ્સએપ કરી આપની માહિતી મોકલી પોલીસને જાણ કરી શકો છે.લાંબા સમય સુધી પડેલાં શંકાસ્પદ બિનવારસી વાહનનો ફોટો અને લોકેશન મોકલી શકો છો.આ બાબતે આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે. આપનું લોકેશન અને ફોટા વોટ્સએપ કરો શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા તેમજ બિનવારસી વાહનો અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે જેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા મુહીમ ઉપાડવામાં આવી છે,અને એના માટે ડ્રાઈવ યોજાઈ રહી છે જેમાં સ્થાનિકો 6359625365 નંબર પર ફોટા,લોકેશન તેમજ વિગતો મોકલી શકશે,જે પણ વાહનો શકમંદ છે તેની પણ તપાસ પોલીસ દ્રારા કરવામાં આવશે,આ તમામ માહિતી ક્રાઈમ બ્રાન્ચ ગુપ્ત રાખશે અને જે પણ વ્યકિતએ ફોટા મોકલ્યા હશે તેનું નામ જાહેર કરવામાં આવશે નહી અને તેને ખાનગી રીતે ઈનામ આપવામાં આવશે. વાહનો કર્યા જપ્ત અત્યાર સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિનવારસી વાહનો જપ્ત કરવાની ડ્રાઇવ દરમિયાન 65થી વધારે વાહનો જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ શહેરના અલગ-અલગ વિસ્તારમાં બિનવારસી વાહનોને લઈને પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન કોઈપણ વાહન શંકાસ્પદ લાગે તો તેના માલિકની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાહન બિનવારસી જણાય તો તેને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં અનેક વાહનો બિનવારસી હાલતમાં અમદાવાદ શહેર વિસ્તારની રીતે ખૂબ મોટુ શહેર છે અને શહેરમાં બિનવારસી હાલતમાં વાહનો જોવા મળે છે,રોડ પહોળો થાય અને બિનવારસી વાહનો દૂર થાય તેને લઈ ક્રાઈમ બ્રાન્ચ કામગીરી કરી રહી છે,અગામી સમયમાં પણ પોલીસ હજી વાહનો જપ્ત કરશે અને તેમાંથી કોઈ ગુનામાં વપરાયેલુ વાહન હશે તેની પણ પોલીસને જાણ રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી બિનવારસી વાહનોને જપ્ત કરવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.સતર્ક અને કર્તવ્યનિષ્ઠ નાગરિકો તરીકે આપ આ નંબર પર 6359625365 વોટ્સએપ કરી આપની માહિતી મોકલી પોલીસને જાણ કરી શકો છે.લાંબા સમય સુધી પડેલાં શંકાસ્પદ બિનવારસી વાહનનો ફોટો અને લોકેશન મોકલી શકો છો.આ બાબતે આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે.
આપનું લોકેશન અને ફોટા વોટ્સએપ કરો
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા તેમજ બિનવારસી વાહનો અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે જેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા મુહીમ ઉપાડવામાં આવી છે,અને એના માટે ડ્રાઈવ યોજાઈ રહી છે જેમાં સ્થાનિકો 6359625365 નંબર પર ફોટા,લોકેશન તેમજ વિગતો મોકલી શકશે,જે પણ વાહનો શકમંદ છે તેની પણ તપાસ પોલીસ દ્રારા કરવામાં આવશે,આ તમામ માહિતી ક્રાઈમ બ્રાન્ચ ગુપ્ત રાખશે અને જે પણ વ્યકિતએ ફોટા મોકલ્યા હશે તેનું નામ જાહેર કરવામાં આવશે નહી અને તેને ખાનગી રીતે ઈનામ આપવામાં આવશે.
વાહનો કર્યા જપ્ત
અત્યાર સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિનવારસી વાહનો જપ્ત કરવાની ડ્રાઇવ દરમિયાન 65થી વધારે વાહનો જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ શહેરના અલગ-અલગ વિસ્તારમાં બિનવારસી વાહનોને લઈને પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન કોઈપણ વાહન શંકાસ્પદ લાગે તો તેના માલિકની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાહન બિનવારસી જણાય તો તેને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરમાં અનેક વાહનો બિનવારસી હાલતમાં
અમદાવાદ શહેર વિસ્તારની રીતે ખૂબ મોટુ શહેર છે અને શહેરમાં બિનવારસી હાલતમાં વાહનો જોવા મળે છે,રોડ પહોળો થાય અને બિનવારસી વાહનો દૂર થાય તેને લઈ ક્રાઈમ બ્રાન્ચ કામગીરી કરી રહી છે,અગામી સમયમાં પણ પોલીસ હજી વાહનો જપ્ત કરશે અને તેમાંથી કોઈ ગુનામાં વપરાયેલુ વાહન હશે તેની પણ પોલીસને જાણ રહેશે.