Vadodara: જિલ્લામાં 1.10 લાખ ખેડૂતો, માત્ર 7600 ને પાક નુક્સાનની સહાય?
વડોદરામાં માનવ સર્જીત પુર અને તેમાં પણ ભાજપ ફરક્યુ નહીં અને નુક્સાનની સહાયમાં અનેક પરિવારો વંચિત છે ત્યારે ચારેબાજુ ભાજપને ફિટકાર મળી રહ્યો છે. એવા સમયે ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વહિવટી તંત્ર પર તાડુક્યા હતા અને શહેરમાં અનેક સોસાયટીઓ સહાયથી વંચિત છે.સરવે માટેની ટીમો વધારો, કંઈ પણ કરો પણ અસરગ્રસ્ત તમામને સહાય આપો તેવી રજૂઆત કરી હતી. જ્યારે જિલ્લામાં પાક નુક્સાનની સહાય હેક્ટરે માત્ર રૂ.12 હજાર અપાઈ રહી છે ત્યારે તે સહાય ખુબ જ ઓછી હોવાની તેમજ જિલ્લામાં 1.10 લાખ ખેડૂતો છે અને માત્ર 7600 ખેડૂતોને જ સહાય મળશે ? તેવા સવાલ કરીને ધારાસભ્યએ અધિકારીને આડેહાથ લીધા હતાં. જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વાર કરાતા સરવે સામે સવાલો ઉઠેલા છે ત્યારે આજે શનિવારે સવારે જિલ્લા કલેક્ટર બિજલ શાહની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, નિવાસી અધિક કલેક્ટર, નિયામક સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે સાંસદ હેમાંગ જોશી, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, જિલ્લામાં ખેડૂતોને થયેલા પાક નુક્સાનનો જે સરવે થયો છે, તે પુરેપુરો થયો નથી. જે પ્રકારે સરવે થઈને વળતર મળવુ જાઈએ તે મળતુ નથી. વડોદરા જિલ્લામાં 1,10,000 ખેડૂતો છે અને માત્ર 7600 ખેડૂતોને વળતર મળશે એટલે કે 7.5 ટકા ખેડૂતોને જ વળતર મળશે. વરસાદ અને નુક્સાન તો આખા જિલ્લામાં થયું છે ત્યારે માત્ર 7600 ખેડૂતોને જ સહાય કેમ ? રાજ્ય સરકાર વળતર આપવા માગે છે તેમ છતાં સરવેની ટીમો કેમ બધા જ ખેડૂતોનો સરવે કરતી નથી ? આ ખુબ ગંભીર બાબત છે. તેમજ પાક નુક્સાનનુ વળતર પાક પ્રમાણે હોવાનું જોઈએ. કેળ જેવા બાગાયત પાક કરવા પાછળ વીઘા દીઠ ખુબ જ વધુ ખર્ચ થાય છે. ત્યારે તે પાક અને હેક્ટરને ધ્યાને રાખીને સરવે કરવો જોઈએ અને વળતર ચૂકવવુ જોઈએ, તેના બદલે હેક્ટર દીઠ રૂ.12 હજારની સહાય ખુબ જ ઓછી છે. સહાયની રકમ વધારવી જોઈએ. માત્ર 59 કર્મચારીઓની ટીમ કામ કરી રહી છે અને 18 દિવસમાં સરવે કરી નાખ્યો. આવુ કંઈ રીતે થઈ શકે ? જિલ્લામાં દોઢથી બે લાખ હેક્ટર જમીનના પાકને નુક્સાન થયુ છે અને માત્ર 6 હજાર હેક્ટરને જ સહાય અપાય ? જે રીતે પાક નુક્સાનનો સરવે ચાલુ છે, તેમાં કોઈ પણ જાતની ક્ષતિ ચલાવી નહીં લેવાય. મારા સાવલી અને ડેસર તાલુકાની વાત નથી આખા જિલ્લાના ખેડૂતોની વાત છે. તેમને યોગ્ય વળતર મળવુ જોઈએ તેમ કહીને તેમણે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.એમ. વસાવાને આડેહાથ લીધા હતાં. સાંસદ હેમાંગ જોષીએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રોડ - રસ્તાનુ કામ જ્યાં શરૂ થયુ નથી અથવા શરૂ થયુ છે ત્યાં ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. તેની ઝડપ વધારો. રણોલીમાં બ્રીજનુ કામ ધીમુ ચાલે છે. ત્યાં અકસ્માતના બે બનાવો બની ચૂકેલા છે. તેમજ પેરીફરી વિસ્તારમાં પણ વરસાદમાં નુક્સાન પામેલા રસ્તાઓની મરામત કરો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં માનવ સર્જીત પુર અને તેમાં પણ ભાજપ ફરક્યુ નહીં અને નુક્સાનની સહાયમાં અનેક પરિવારો વંચિત છે ત્યારે ચારેબાજુ ભાજપને ફિટકાર મળી રહ્યો છે. એવા સમયે ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વહિવટી તંત્ર પર તાડુક્યા હતા અને શહેરમાં અનેક સોસાયટીઓ સહાયથી વંચિત છે.
સરવે માટેની ટીમો વધારો, કંઈ પણ કરો પણ અસરગ્રસ્ત તમામને સહાય આપો તેવી રજૂઆત કરી હતી. જ્યારે જિલ્લામાં પાક નુક્સાનની સહાય હેક્ટરે માત્ર રૂ.12 હજાર અપાઈ રહી છે ત્યારે તે સહાય ખુબ જ ઓછી હોવાની તેમજ જિલ્લામાં 1.10 લાખ ખેડૂતો છે અને માત્ર 7600 ખેડૂતોને જ સહાય મળશે ? તેવા સવાલ કરીને ધારાસભ્યએ અધિકારીને આડેહાથ લીધા હતાં.
જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વાર કરાતા સરવે સામે સવાલો ઉઠેલા છે ત્યારે આજે શનિવારે સવારે જિલ્લા કલેક્ટર બિજલ શાહની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, નિવાસી અધિક કલેક્ટર, નિયામક સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે સાંસદ હેમાંગ જોશી, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં.
ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, જિલ્લામાં ખેડૂતોને થયેલા પાક નુક્સાનનો જે સરવે થયો છે, તે પુરેપુરો થયો નથી. જે પ્રકારે સરવે થઈને વળતર મળવુ જાઈએ તે મળતુ નથી. વડોદરા જિલ્લામાં 1,10,000 ખેડૂતો છે અને માત્ર 7600 ખેડૂતોને વળતર મળશે એટલે કે 7.5 ટકા ખેડૂતોને જ વળતર મળશે. વરસાદ અને નુક્સાન તો આખા જિલ્લામાં થયું છે ત્યારે માત્ર 7600 ખેડૂતોને જ સહાય કેમ ? રાજ્ય સરકાર વળતર આપવા માગે છે તેમ છતાં સરવેની ટીમો કેમ બધા જ ખેડૂતોનો સરવે કરતી નથી ? આ ખુબ ગંભીર બાબત છે.
તેમજ પાક નુક્સાનનુ વળતર પાક પ્રમાણે હોવાનું જોઈએ. કેળ જેવા બાગાયત પાક કરવા પાછળ વીઘા દીઠ ખુબ જ વધુ ખર્ચ થાય છે. ત્યારે તે પાક અને હેક્ટરને ધ્યાને રાખીને સરવે કરવો જોઈએ અને વળતર ચૂકવવુ જોઈએ, તેના બદલે હેક્ટર દીઠ રૂ.12 હજારની સહાય ખુબ જ ઓછી છે. સહાયની રકમ વધારવી જોઈએ. માત્ર 59 કર્મચારીઓની ટીમ કામ કરી રહી છે અને 18 દિવસમાં સરવે કરી નાખ્યો. આવુ કંઈ રીતે થઈ શકે ? જિલ્લામાં દોઢથી બે લાખ હેક્ટર જમીનના પાકને નુક્સાન થયુ છે અને માત્ર 6 હજાર હેક્ટરને જ સહાય અપાય ? જે રીતે પાક નુક્સાનનો સરવે ચાલુ છે, તેમાં કોઈ પણ જાતની ક્ષતિ ચલાવી નહીં લેવાય. મારા સાવલી અને ડેસર તાલુકાની વાત નથી આખા જિલ્લાના ખેડૂતોની વાત છે. તેમને યોગ્ય વળતર મળવુ જોઈએ તેમ કહીને તેમણે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.એમ. વસાવાને આડેહાથ લીધા હતાં. સાંસદ હેમાંગ જોષીએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રોડ - રસ્તાનુ કામ જ્યાં શરૂ થયુ નથી અથવા શરૂ થયુ છે ત્યાં ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. તેની ઝડપ વધારો. રણોલીમાં બ્રીજનુ કામ ધીમુ ચાલે છે. ત્યાં અકસ્માતના બે બનાવો બની ચૂકેલા છે. તેમજ પેરીફરી વિસ્તારમાં પણ વરસાદમાં નુક્સાન પામેલા રસ્તાઓની મરામત કરો.