Gandhinagar: ચરેડીથી પેથાપુર સુધીમાં 973 દબાણોનો કડુસલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરનો સૌથી મોટો દબાણગ્રસ્ત એવો ચરેડી, જીઈબી, પેથાપુર સહિતનો વિસ્તાર દબાણમુક્ત થઈ ગયો હતો. પાટનગર યોજના વિભાગ દ્વારા અહીં 811 દબાણો જ્યારે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા 162 દબાણો તોડી પડાયા છે.
જેમાં એકંદરે કુલ 1200થી 1300 કરોડની કિંમતની અંદાજે દોઢ લાખ ચોરસમીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. પાટનગર યોજના વિભાગ વિસ્તારમાં થયેલા દબાણોમાં 35થી 40 કોમર્શિયલ દબાણો હતા, જેમાં અહીં દુકાનો, ગેરેજ, પાર્લર સહિતના દબાણો થઈ ગયા હતા.
પેથાપુર આસપાસ વર્ષોથી ઉભા થયેલા દબાણો અને તેમાં ચાલતી ગંભીર પ્રવૃતિઓની સરકાર લેવલે નોંધ લેવાઈ હતી. જેને પગલે બે દિવસમાં મેગા ડિમોલીશન કરીને અહીં કુલ કાચા-પાકા 973 જેટલા દબાણો તોડી પડાયા છે. ગઈકાલે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પોતાના વિસ્તારમાં આવતા 162 જેટલા દબાણો તોડીને 300 કરોડની જમીન ખુલ્લી કરી દેવાઈ હતી. જ્યારે પાટનગર યોજના વિભાગ હસ્તક આવતી જમીન ઉપર 811 જેટલા દબાણો હતા. જેને પગલે સતત બે દિવસ સુધી જેસીબી ધણધણતા રાખીને તમામ દબાણોનો કડુસલો બોલાવી દેવાયો હતો. જેને પગલે અહીં અંદાજે દોઢ લાખ ચોરસમીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરી દેવાઈ હોવાની વિગતો છે. જીઈબી, ચરેડી તથા પેથાપુર વિસ્તારમાં ઝુંપડાના દબાણો તોડી પાટનગર યોજના વિભાગની પાંચ ટીમોએ સતત બે દિવસ કામગીરી કરી હતી. જેમાં ગઈકાલે રાત્રે એક ટીમ ઉપર પથ્થરમારા જેવી ઘટના પણ બની હતી. આજે પણ વહેલી સવારથી જ પાટનગરની ટીમો પહોંચીને કામગીરી શરૂ કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાયોવિ દ્વારા બાકી રહેલાં 261 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તાર દબાણમુક્ત થઈ ગયો હતો.
What's Your Reaction?






