Gandhinagar: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વતનમાં કરોડોની ભેટ, હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું

માણસામાં રૂ. 245 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસાની પેટા જિલ્લા હોસ્પિટલને રૂ. 245 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અદ્યતન સુવિધાથી સજ્જ અને 425 પથારીની સુવિધા ઘરાવતી હોસ્પિટલનું નિર્માણ કાર્ય બે વર્ષમાં સંપન્ન કરવામાં આવશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂપિયા 20 કરોડના ખર્ચે ચાર માર્ગીય થનાર પિલવાઇ- મહુડી માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના હસ્તે માણસા નગરપાલિકા દ્વારા નવનિર્મિત કરવામાં આવેલા ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. આ તળાવ રૂપિયા 11 કરોડથી વઘુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. આ તળાવમાં વરસાદી પાણીમાં સંગ્રહ માટે પરકોલેશન વેલનું પણ આયોજન થયું હોવાથી, અંદાજે 138 મિલિયન લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે. 1 કરોડ 85 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છેમાણસાના માલણ તળાવનું રૂ. 1 કરોડ 85 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, તેનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવશે. રૂ. 6.52 કરોડના ખર્ચે ઢોકળી વિસ્તારમાં અને ઈન્દિરાનગરમાં રાઈઝિગ મેઈન, પંપ હાઉસ સંપ તથા ઉંચી ટાંકી અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની કામગીરી પૂર્ણ કરાઇ છે. માણસા નગરપાલિકા દ્વારા માણસા શહેરનાં 13 જેટલાં તળાવોને એકબીજા સાથે ઈન્ટર લીંકિંગ અને રીચાર્જ વેલ બનાવીને ભૂગર્ભ જળ ઊંચું લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલ અંદાજિત રૂ.2.25 કરોડના ખર્ચે તૈયાર થનાર છેકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસાના વિકાસ પામનાર અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં રૂ. 6.23 કરોડના ખર્ચે ગાંધીનગરથી માણસાના પ્રવેશ દ્વારે સસણી તળાવ આગવી ઓળખ યોજના અંતર્ગત તૈયાર થનાર છે. રાણીયાપુરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ અંદાજિત રૂ.2.25 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. માણસા નગરપાલિકા વિસ્તારમાં સૂકા અને ભીના કચરાને અલગ કરવા માટે ડ્રાય અને વેટ વેસ્ટ સેગ્રિગેશન પ્લાન્ટ રૂ. 1.65 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. હું માણસાનો છું એટલે મને અહીં સંતોષ મળે છે: અમિત શાહ આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, તળાવમાં નર્મદાનું પાણી નાંખવાનું કામ કર્યું છે. હું માણસાનો છું એટલે મને અહીં સંતોષ મળે છે. ખેડૂતો ઘર પર સોનાના નળિયા નાંખે એટલા મહેનતું છે. માણસામાં આરોગ્યની જરૂરિયાતો પૂરી થશે. હું માણસામાં ભણ્યો અને મોટો થયો છું. માણસાનો વિકાસ થતો જોઈ ખૂબ જ આનંદ થાય છે. PM મોદીએ હોલેસ્ટીક એપ્રોચથી હેલ્થ સેક્ટરને જોડ્યું છે. મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલનો અભ્યાસ ચાલે છે. ગુજરાતમાં પણ ગુજરાતીમાં મેડિકલનો અભ્યાસ થશે.

Gandhinagar: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વતનમાં કરોડોની ભેટ, હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માણસામાં રૂ. 245 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસાની પેટા જિલ્લા હોસ્પિટલને રૂ. 245 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અદ્યતન સુવિધાથી સજ્જ અને 425 પથારીની સુવિધા ઘરાવતી હોસ્પિટલનું નિર્માણ કાર્ય બે વર્ષમાં સંપન્ન કરવામાં આવશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂપિયા 20 કરોડના ખર્ચે ચાર માર્ગીય થનાર પિલવાઇ- મહુડી માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના હસ્તે માણસા નગરપાલિકા દ્વારા નવનિર્મિત કરવામાં આવેલા ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. આ તળાવ રૂપિયા 11 કરોડથી વઘુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. આ તળાવમાં વરસાદી પાણીમાં સંગ્રહ માટે પરકોલેશન વેલનું પણ આયોજન થયું હોવાથી, અંદાજે 138 મિલિયન લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે.

1 કરોડ 85 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે

માણસાના માલણ તળાવનું રૂ. 1 કરોડ 85 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, તેનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવશે. રૂ. 6.52 કરોડના ખર્ચે ઢોકળી વિસ્તારમાં અને ઈન્દિરાનગરમાં રાઈઝિગ મેઈન, પંપ હાઉસ સંપ તથા ઉંચી ટાંકી અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની કામગીરી પૂર્ણ કરાઇ છે. માણસા નગરપાલિકા દ્વારા માણસા શહેરનાં 13 જેટલાં તળાવોને એકબીજા સાથે ઈન્ટર લીંકિંગ અને રીચાર્જ વેલ બનાવીને ભૂગર્ભ જળ ઊંચું લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

કોમ્યુનિટી હોલ અંદાજિત રૂ.2.25 કરોડના ખર્ચે તૈયાર થનાર છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસાના વિકાસ પામનાર અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં રૂ. 6.23 કરોડના ખર્ચે ગાંધીનગરથી માણસાના પ્રવેશ દ્વારે સસણી તળાવ આગવી ઓળખ યોજના અંતર્ગત તૈયાર થનાર છે. રાણીયાપુરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ અંદાજિત રૂ.2.25 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. માણસા નગરપાલિકા વિસ્તારમાં સૂકા અને ભીના કચરાને અલગ કરવા માટે ડ્રાય અને વેટ વેસ્ટ સેગ્રિગેશન પ્લાન્ટ રૂ. 1.65 કરોડના ખર્ચે તૈયાર થનાર છે.

હું માણસાનો છું એટલે મને અહીં સંતોષ મળે છે: અમિત શાહ

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, તળાવમાં નર્મદાનું પાણી નાંખવાનું કામ કર્યું છે. હું માણસાનો છું એટલે મને અહીં સંતોષ મળે છે. ખેડૂતો ઘર પર સોનાના નળિયા નાંખે એટલા મહેનતું છે. માણસામાં આરોગ્યની જરૂરિયાતો પૂરી થશે. હું માણસામાં ભણ્યો અને મોટો થયો છું. માણસાનો વિકાસ થતો જોઈ ખૂબ જ આનંદ થાય છે. PM મોદીએ હોલેસ્ટીક એપ્રોચથી હેલ્થ સેક્ટરને જોડ્યું છે. મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલનો અભ્યાસ ચાલે છે. ગુજરાતમાં પણ ગુજરાતીમાં મેડિકલનો અભ્યાસ થશે.