Gandhinagar: એસ.ટી.ના ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મહત્વનો નિર્ણય

Oct 18, 2025 - 19:30
Gandhinagar: એસ.ટી.ના ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મહત્વનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ના ફિક્સ પગારના કર્મચારીઓ માટે આ દિવાળી આનંદમય બની રહેશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના કાર્યભારના પ્રથમ દિવસે જ એસ.ટી. કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

DYCM હર્ષ સંઘવીનો મહત્વનો નિર્ણય

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને તહેવાર નિમિત્તે રૂ. 10,000(દસ હજાર રૂપિયા) ની 'તહેવાર પેશગી' એડવાન્સ તરીકે આપવામાં આવશે.

ફિક્સ પગારના કર્મચારીઓને તહેવાર પેશગી અપાશે

આ નિર્ણયને કારણે નિગમમાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા હજારો કર્મચારીઓની દિવાળી સુધરી જશે. સામાન્ય રીતે, તહેવારના સમયે આર્થિક જરૂરિયાત વધી જતી હોય છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા લેવાયેલો આ સંવેદનશીલ નિર્ણય કર્મચારીઓને મોટી રાહત આપશે અને તેઓ ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકશે. એસ.ટી. નિગમના કર્મચારીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આ નિર્ણયને આવકારીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0