રણજી ટ્રોફીના મેચમાં બરોડાએ ઓડિશાને ૭ વિકેટથી હરાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઓડિશામાં કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાયેલ રણજી ટ્રોફી મેચમાં બરોડાની ટીમનો ઓડિશા સામે ૭ વિકેટથી વિજય થયો હતો.
ઓડિશાની પ્રથમ ઇનિંગ્સમાં રાજેશ ધૂપરે ૯૪ રન અને શુભ્રાંશુ સેનાપતિએ ૭૯ રન ફટકારતા એક તબક્કે બરોડાની ટીમમાં ટેન્શન વધ્યું હતું. જો કે, બરોડાના અતિત શેઠે ૪, રસીખ સલામે ૩ અને ભાર્ગવ ભટ્ટે ૨ વિકેટઝડપી ઓડિશાના સ્કોરને ૨૭૧ રન પ૨થંભાવી દીધો હતો. ત્યારબાદ બરોડાની ટીમે દાવ લેતા શિવાલિક શર્માએ ૧૨૪ રન, સુકીર્ત પાંડે ૭૧ રન, મિતેશ પટેલે અણનમ ૧૦૦ રન બનાવી ૪૧૩ રન સાથે૧૪૨ રનની લીડ આપી હતી. ઓડિશાની બીજી ઈનિંગ્સમાં બરોડાના મહેશ પીઠિયાએ ૬ વિકેટ તથા ભાર્ગવ ભટ્ટે ૩ વિકેટ ઝડપી લેતા ઓડિશા માત્ર ૧૭૪ રન પર સમેટાયું હતું.
What's Your Reaction?






