Gandhinagarમાં સખી સંવાદ કાર્યક્રમ, CMએ સ્વસહાય જૂથોની બહેનો સાથે કર્યો સંવાદ

દેશની મહિલાને સશક્ત બનાવવા આયોજન કરાયું છે: CMનારી શક્તિના સમર્થનથી દેશ આગળ વધે છે: CM 10 વર્ષમાં નારીશક્તિ માટે અનેક કામો કર્યા: CM ગાંધીનગરમાં આજે સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં રાજ્યના સ્વસહાય જૂથોની બહેનો સાથે CMએ સંવાદ કર્યો. મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરકારી સંસ્થાઓમાં સખી મંડળને જોડવાનો પ્રયાસ કરાશે: CM કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંવાદ કરતા કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી રાજ્યનો વિકાસ કરવાનો છે. CMએ કહ્યું તમે જે પ્રોડક્ટ બનાવો તેને વેચવાનો પ્રયાસ કરો, શરૂઆતમાં નફો વધારે થાય તેવી આશા ન રાખો પણ પહેલા લોકોનો વિશ્વાસ કેળવવો જોઈએ અને માઉથ ટૂ માઉથ માર્કેટિંગ સૌથી અસરદાર છે. સરકારી સંસ્થાઓમાં સખી મંડળને જોડવાનો પ્રયાસ કરાશે. હાલમાં ચેઈન તૈયાર કરી પ્રોડક્ટનો પ્રસાર કરો. મહિલાઓ પરિવારનો આર્થિક આધાર બને દેશની મહિલાને સશક્ત બનાવવા આયોજન કરાયું છે અને PM મોદી સતત ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે, ત્યારે નારી શક્તિના સમર્થનથી દેશ આગળ વધે છે અને મહિલાઓ પરિવારનો આર્થિક આધાર બને છે. અર્થતંત્ર માટે પણ મહિલાઓની ભાગીદારી જરૂરી છે. સરકારે કેન્દ્રીય બજેટમાં મહિલાઓ માટે 3 લાખ કરોડ ફાળવ્યા છે અને PM મોદીએ મહિલા માટે અનેક યોજનાઓ શરૂ કરાવી છે, જેના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ ત્યારે ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય તે પણ જરૂરી છે, સરકારની ઘણી યોજનાઓ થકી મહિલાઓને વ્યવસાયલક્ષી તાલીમ અપાઈ રહી છે, એક દિવસમાં બહેનોને 350 કરોડના લાભ આપ્યા છે. બહેનોના અવાજમાં અત્મનિર્ભરતાનો રણકારો છે. મહિલાઓને ડ્રોન દીદીની તાલિમ અપાઈ છે અને દેશની નારીઓને લખપતિ દીદી બનાવી છે અને 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ સરકારનો છે. મનુ ભાકરે દેશને ગૌરવ અપાવ્યું: CM CMએ વધુમાં જણાવ્યું કે સરકારે 10 વર્ષમાં નારીશક્તિ માટે અનેક કામો કર્યા છે અને બહેનો આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે, ત્યારે પેરિસ ઓલમ્પિકમાં ભારતને મેડલ અપાવનાર મનુ ભાકરને પણ યાદ કરતા મુખ્યપ્રધાને કહ્યું કે મનુ ભાકરે દેશને ગૌરવ અપાવ્યું છે અને ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. 

Gandhinagarમાં સખી સંવાદ કાર્યક્રમ, CMએ સ્વસહાય જૂથોની બહેનો સાથે કર્યો સંવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશની મહિલાને સશક્ત બનાવવા આયોજન કરાયું છે: CM
  • નારી શક્તિના સમર્થનથી દેશ આગળ વધે છે: CM
  • 10 વર્ષમાં નારીશક્તિ માટે અનેક કામો કર્યા: CM

ગાંધીનગરમાં આજે સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં રાજ્યના સ્વસહાય જૂથોની બહેનો સાથે CMએ સંવાદ કર્યો. મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સરકારી સંસ્થાઓમાં સખી મંડળને જોડવાનો પ્રયાસ કરાશે: CM

કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંવાદ કરતા કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી રાજ્યનો વિકાસ કરવાનો છે. CMએ કહ્યું તમે જે પ્રોડક્ટ બનાવો તેને વેચવાનો પ્રયાસ કરો, શરૂઆતમાં નફો વધારે થાય તેવી આશા ન રાખો પણ પહેલા લોકોનો વિશ્વાસ કેળવવો જોઈએ અને માઉથ ટૂ માઉથ માર્કેટિંગ સૌથી અસરદાર છે. સરકારી સંસ્થાઓમાં સખી મંડળને જોડવાનો પ્રયાસ કરાશે. હાલમાં ચેઈન તૈયાર કરી પ્રોડક્ટનો પ્રસાર કરો.

મહિલાઓ પરિવારનો આર્થિક આધાર બને

દેશની મહિલાને સશક્ત બનાવવા આયોજન કરાયું છે અને PM મોદી સતત ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે, ત્યારે નારી શક્તિના સમર્થનથી દેશ આગળ વધે છે અને મહિલાઓ પરિવારનો આર્થિક આધાર બને છે. અર્થતંત્ર માટે પણ મહિલાઓની ભાગીદારી જરૂરી છે. સરકારે કેન્દ્રીય બજેટમાં મહિલાઓ માટે 3 લાખ કરોડ ફાળવ્યા છે અને PM મોદીએ મહિલા માટે અનેક યોજનાઓ શરૂ કરાવી છે, જેના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ

ત્યારે ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય તે પણ જરૂરી છે, સરકારની ઘણી યોજનાઓ થકી મહિલાઓને વ્યવસાયલક્ષી તાલીમ અપાઈ રહી છે, એક દિવસમાં બહેનોને 350 કરોડના લાભ આપ્યા છે. બહેનોના અવાજમાં અત્મનિર્ભરતાનો રણકારો છે. મહિલાઓને ડ્રોન દીદીની તાલિમ અપાઈ છે અને દેશની નારીઓને લખપતિ દીદી બનાવી છે અને 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ સરકારનો છે.

મનુ ભાકરે દેશને ગૌરવ અપાવ્યું: CM

CMએ વધુમાં જણાવ્યું કે સરકારે 10 વર્ષમાં નારીશક્તિ માટે અનેક કામો કર્યા છે અને બહેનો આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે, ત્યારે પેરિસ ઓલમ્પિકમાં ભારતને મેડલ અપાવનાર મનુ ભાકરને પણ યાદ કરતા મુખ્યપ્રધાને કહ્યું કે મનુ ભાકરે દેશને ગૌરવ અપાવ્યું છે અને ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે.