Gadhadaના ભીમડાદ ગામેથી 2 શખ્સો પાસેથી ગાંજો પકડાયો, પોલીસે કરી ધરપકડ

ગઢડા(સ્વામીના) તાલુકાના ભીમડાદ ગામે એક ખેતરમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી પોલીસ ટીમ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરતા લીલો તથા સૂકો ગાંજો મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ભીમડાદ ગામની સીમમાં અશોકભાઈ હરજીભાઈ વાનાણીના ખેતરમાં મિત્ર સાથે મળીને ગાંજાનુ વાવેતર કર્યુ હોવાની બાતમી પોલીસને મળી હતી.લીલા ગાંજાના કુલ 107 છોડ ઝડપાયા આ બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી. ગૃપ પી.આઈ. મયુરધ્વજસિંહ જાડેજા અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ખેતરની ઓરડીમાં રાખેલા 1 કિલો ઉપરાંત સૂકો ગાંજો તેમજ ખેતરમાં કરેલા વાવેતરના લીલા ગાંજાના કુલ 107 છોડ અંદાજે દોઢ કિલો ઉપરાંત મળીને લીલો તથા સૂકા મળીને કુલ 2 કિલો 700 ગ્રામ જેટલા ગાંજા તથા બે મોબાઈલ ફોન મળી આશરે કિંમત રૂપિયા 23,075નો મુદ્દામાલ કબજે કરી આરોપી અશોકભાઈ હરજીભાઈ વાનાણી તથા મિત્ર મહેશભાઈ પ્રવિણચંદ્ર ભટ્ટ રહે બંને ખાખુઈ ગામ વાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ભાવનગરમાં 415 કિલો ગાંજો ઝડપાયો હતો તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ભાવનગરના મહુવામાં પણ ગાંજાનો જથ્થો પકડાયો હતો. મહુવાના દાઠા વિસ્તારમાં ગાંજો ઝડપાયો હતો. પોલીસે આશરે 20 લાખ રૂપિયાનો 415 કિલો ગાંજો ઝડપ્યો હતો અને ગાંજો કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પહેલા પણ ભાવનગરના સોડવદરામાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. 2.60 લાખના ગાંજાના 70 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરવામાં આવી હતી. SOGએ વાલજી સોલંકીને ગાંજાના છોડ સાથે ઝડપ્યો હતો સોડવદરામાં ખેડૂતે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. 

Gadhadaના ભીમડાદ ગામેથી 2 શખ્સો પાસેથી ગાંજો પકડાયો, પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા(સ્વામીના) તાલુકાના ભીમડાદ ગામે એક ખેતરમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી પોલીસ ટીમ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરતા લીલો તથા સૂકો ગાંજો મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ભીમડાદ ગામની સીમમાં અશોકભાઈ હરજીભાઈ વાનાણીના ખેતરમાં મિત્ર સાથે મળીને ગાંજાનુ વાવેતર કર્યુ હોવાની બાતમી પોલીસને મળી હતી.

લીલા ગાંજાના કુલ 107 છોડ ઝડપાયા

આ બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી. ગૃપ પી.આઈ. મયુરધ્વજસિંહ જાડેજા અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ખેતરની ઓરડીમાં રાખેલા 1 કિલો ઉપરાંત સૂકો ગાંજો તેમજ ખેતરમાં કરેલા વાવેતરના લીલા ગાંજાના કુલ 107 છોડ અંદાજે દોઢ કિલો ઉપરાંત મળીને લીલો તથા સૂકા મળીને કુલ 2 કિલો 700 ગ્રામ જેટલા ગાંજા તથા બે મોબાઈલ ફોન મળી આશરે કિંમત રૂપિયા 23,075નો મુદ્દામાલ કબજે કરી આરોપી અશોકભાઈ હરજીભાઈ વાનાણી તથા મિત્ર મહેશભાઈ પ્રવિણચંદ્ર ભટ્ટ રહે બંને ખાખુઈ ગામ વાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભાવનગરમાં 415 કિલો ગાંજો ઝડપાયો હતો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ભાવનગરના મહુવામાં પણ ગાંજાનો જથ્થો પકડાયો હતો. મહુવાના દાઠા વિસ્તારમાં ગાંજો ઝડપાયો હતો. પોલીસે આશરે 20 લાખ રૂપિયાનો 415 કિલો ગાંજો ઝડપ્યો હતો અને ગાંજો કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પહેલા પણ ભાવનગરના સોડવદરામાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. 2.60 લાખના ગાંજાના 70 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરવામાં આવી હતી. SOGએ વાલજી સોલંકીને ગાંજાના છોડ સાથે ઝડપ્યો હતો સોડવદરામાં ખેડૂતે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું.