Flood : ભાખરા નાંગલ અને પોંગ ડેમમાંથી પાણી છોડાતા પંજાબમાં ફરી રેડ એલર્ટ, રાહતના કોઈ સંકેત નહી

Sep 3, 2025 - 16:00
Flood : ભાખરા નાંગલ અને પોંગ ડેમમાંથી પાણી છોડાતા પંજાબમાં ફરી રેડ એલર્ટ, રાહતના કોઈ સંકેત નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સતલજ, રાવી અને બિયાસ નદીઓમાં પૂરનો સામનો કરી રહેલા પંજાબની ચિંતા બુધવારે વધુ વધી ગઈ છે. તેનું કારણ એ છે કે ભાખરા નાંગલ ડેમ અને પોંગ ડેમમાંથી મોટા પાયે પાણી છોડવામાં આવ્યું છે. ભાખરા નાંગલ ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે સામાન્ય રીતે 65 હજાર હોય છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં મોટી માત્રામાં પાણી જમા થયું છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે આ પાણી છોડવાથી નજીકના ઘણા ગામો પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત પોંગ ડેમમાંથી પણ મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે. સતલજ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને હજુ સુધી રાહતના કોઈ સંકેત દેખાતા નથી.

વહીવટીતંત્રે સ્થાનિક લોકોને સતર્ક રહેવા જણાવ્યું

પંજાબના રૂપનગર જિલ્લાના વહીવટીતંત્રે સ્થાનિક લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત, ભાખરા નાંગલમાંથી છોડવામાં આવેલા પાણીએ પણ સમસ્યામાં વધારો કર્યો છે. ઘગ્ગર નદીના વધતા પાણીના સ્તરને કારણે પટિયાલા જિલ્લા વહીવટીતંત્ર પણ સક્રિય છે.

વરસાદ સતત ચાલુ રહેતા સમસ્યા

પંજાબ, હરિયાણા, દિલ્હીથી પશ્ચિમ યુપી સુધી સમસ્યા એ છે કે વરસાદ સતત ચાલુ રહ્યો છે. જેના કારણે પૂરગ્રસ્ત લોકોને બચાવવામાં કે ડ્રેનેજના કામમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ઘગ્ગર નદીના કિનારે આવેલા મોહાલીના ઘણા વિસ્તારોમાં વહીવટીતંત્ર સતર્ક છે. સતલજ, રાવી અને બિયાસ નદીઓમાં પૂર એટલું ગંભીર છે કે પાકિસ્તાન તેમજ પંજાબના ભારતીય ભાગમાં ભારે પૂર આવ્યું છે. હજું પણ વરસાદનું રેડ એલર્ટ

પાકિસ્તાની પંજાબમાં લાખો લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે અને લગભગ અઢી હજાર ગામડાઓ ડૂબી ગયા છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ભારતના પંજાબમાં પૂરને કારણે 30 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 3.50 લાખ લોકો પ્રભાવિત થયા છે અને તેમને સ્થળાંતર કરવું પડ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ યુપી માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના પૂંચ, મીરપુર, રાજૌરી, રિયાસી, જમ્મુ, રામબન, ઉધમપુર, સાંબા, કઠુઆ, ડોડા માટે એલર્ટ જારી કર્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0