DyCM Harsh Sanghavi Japan Visit: જાપાનના પ્રવાસે જશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'નો કરશે પ્રચાર-પ્રસાર

Oct 17, 2026 - 19:00
DyCM Harsh Sanghavi Japan Visit: જાપાનના પ્રવાસે જશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'નો કરશે પ્રચાર-પ્રસાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે મોડી રાત્રે વિદેશ પ્રવાસે જવા રવાના થશે. આગામી સમયમાં યોજાનાર 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ના પ્રચાર-પ્રસાર અને રોકાણકારોને આકર્ષવા માટે તેઓ જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ રાજ્યમાં નવા મૂડીરોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

જાપાન સાથેનો ઐતિહાસિક સંબંધ અને પાર્ટનરશિપ

તમને જણાવી દઈએ કે, જાપાન શરૂઆતથી જ 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'માં મુખ્ય પાર્ટનર દેશ તરીકે જોડાયેલું છે. ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક તથા વેપારી સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. હર્ષ સંઘવીનો આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને જાપાની કંપનીઓને ગુજરાતમાં વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનું મોટું ડેલિગેશન

આ વિદેશ પ્રવાસમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એકલા નથી, પરંતુ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના અગ્રણી ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓનું એક વિશેષ ડેલિગેશન પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. આ ડેલિગેશન જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને સરકારી અધિકારીઓ સાથે બેઠકો યોજીને ગુજરાતમાં રોકાણની વિવિધ તકો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરશે.


આ પણ વાંચો: Rajkot લૂંટ-હત્યા કેસ મામલે DYCMએ પોલીસનો આભાર માન્યો, હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0