Dwarkaના કલ્યાણપુરમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ

ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી પાણી પાણી ટંકારીયા ગામે સ્કૂલ ગ્રાઉન્ડમાં તળાવના દ્રશ્યો રોડ રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ દ્રારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે.ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદે વધારી ચિંતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે. અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી છે. ગતરાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો છે. જેમાં રાયપુર, કાંકરિયા, મણીનગર,ખોખરા સહિત વરસાદી છાટા પડ્યા છે. તેમજ વસ્ત્રાપુર, પાંજરાપોળ, આબાવડી, પંચવટી સહિત સામાન્ય વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું 8થી11સુધીનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી છે.

Dwarkaના કલ્યાણપુરમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી પાણી પાણી
  • ટંકારીયા ગામે સ્કૂલ ગ્રાઉન્ડમાં તળાવના દ્રશ્યો
  • રોડ રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ

દ્રારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે.ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

વરસાદે વધારી ચિંતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.


વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.


અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી

અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી છે. ગતરાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો છે. જેમાં રાયપુર, કાંકરિયા, મણીનગર,ખોખરા સહિત વરસાદી છાટા પડ્યા છે. તેમજ વસ્ત્રાપુર, પાંજરાપોળ, આબાવડી, પંચવટી સહિત સામાન્ય વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું 8થી11સુધીનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી છે.