Dwarkaજિલ્લાના રાવલ નગર પાલિકાના મહિલા પ્રમુખનો પુત્ર બન્યો ઘાતકી, પત્ની પર છરીના ઘા ઝીંકીં કર્યો જીવલેણ હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલમાં એક સનસનાટી મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાવલ નગર પાલિકાની મહિલા પ્રમુખ પુત્ર ઘાતકી બન્યો. નગર પાલિકાની મહિલા પ્રમુખના પુત્રએ પોતાની પત્ની પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો. હુમલામાં ઘાયલ ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા. આ ગંભીર બનાવની પોલીસમાં ફરિયાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસે હુમલાખોર પતિની અટકાયત કરી.
પતિનો પત્ની પર ઘાતકી હુમલો
મળતી માહિતી મુજબ નગર પાલિકાના મહિલા પ્રમુખના પુત્ર રાણાભાઈને પત્ની સાથે કોઈ બાબતે બોલચાલી થઈ હતી. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને રાણાભાઈએ ક્રોધના આવેશમા આવી જઈને હીચકારું કૃત્યુ કર્યું. તેમણે પોતાની પત્ની લક્ષ્મીબેન જમોડ પર છરી વડે ગંભીર હુમલો કર્યો. પતિના હુમલામાં લક્ષ્મીબેનને છરીના ત્રણ ઘા વાગતા ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના બાદ લક્ષ્મીબેનને તાત્કાલિક ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
હુમલાખોર પતિને પોલીસે કરી અટકાયત
રાણાભાઈએ કેમ પત્ની પર હુમલો કર્યો તેને લઈને ચોક્કસ કારણો સામે આવ્યા નથી. પોલીસ ફરિયાદ બાદ આ ઘટનાને લઈને પ્રાથમિક પૂછપરછમાં બંને વચ્ચે બોલાચાલી થયાનું જાણવા મળ્યું. પાલિકાના પ્રમુખના પુત્ર દ્વારા આવું કૃત્ય કરાતા સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઈ ચર્ચાઓનું મોજું ફરી વળ્યું. આ ઘટના સમાજ માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે. પોલીસે પ્રાથમિક વિગતોના આધારે રાણાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






