Dwarka News: નારેશ્વર દર્શનાર્થે આવેલા યાત્રિકો પર અજાણ્યા શખ્સોનો હિંસક હુમલો, છેડતીની આશંકા વચ્ચે મહિલાઓ સહિત 5 ઈજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે દર્શનાર્થે આવેલા યાત્રિકો પર હિંસક હુમલો થતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા મહિલાઓ સહિત 5થી વધુ યાત્રિકો લોહીલુહાણ થયા છે. યુવતીની છેડતી બાબતે થયેલી બોલાચાલી બાદ આ હિંસક ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઘોકા અને લોખંડના પાઈપથી કરાયો હુમલો
ઘટનાની મળતી વિગતો અનુસાર, નારેશ્વર ખાતે કેટલાક યાત્રિકો દર્શન માટે આવ્યા હતા, ત્યારે અચાનક અજાણ્યા શખ્સોના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ઘોકા અને લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારોનો બેફામ ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં મહિલાઓ સહિત કુલ 5થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છેડતીનો વિરોધ કરતા મામલો બિચક્યો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, યાત્રિકોમાં સામેલ એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. યાત્રિકોએ આ છેડતીનો વિરોધ કરતા હુમલાખોરો ઉશ્કેરાઈ ગયા હતા અને હિંસક હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો નારેશ્વર ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો - Dwarkaમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ, 24 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

