Dwarka News: જામ ખંભાળિયાના ભાડથર ગામમાં યુવકની હત્યા, પોલીસ તપાસ તેજ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામેથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. ગામમાં થયેલી કોઈ બાબતની બોલાચાલી અને માથાકૂટ એટલી હદે વધી ગઈ કે તેમાં 40 વર્ષીય ભોલાભાઈ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભોલાભાઈએ સારવાર મળે કે તે પહેલા જ સ્થળ પર પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
LCB અને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનની સાથે-સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ પણ તાત્કાલિક ભાડથર ગામે પહોંચીને પુરાવા એકત્ર કરવાની અને સ્થિતિની સમીક્ષા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહના પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી દીધું છે.

આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન
આ અંધાધૂંધી અને હત્યાકાંડમાં સંડોવાયેલા ઈસમોને વહેલી તકે પકડી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, લોકલ ઇનપુટ્સ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓની ઓળખ કરવાનું કામ ચાલી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને નાકાબંધી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી ટૂંક સમયમાં જ સમગ્ર હત્યા પાછળનું સાચું કારણ અને તેમાં સામેલ તમામ શખ્સો કાયદાના સકંજામાં આવી શકે.
આ પણ વાંચો: Dwarka : ઘી ડેમમાં નર્મદાનું સૌની યોજનાનું પાણી આવ્યું, વગર વરસાદે અડધો ડેમ ભરાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

