Dwarka: ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ, જિલ્લા કલેક્ટરે પરિસ્થિતિ અંગે આપી માહિતી
જિલ્લામાં વિવિધ સ્થળોએ રેસ્ક્યૂ અભિયાન, લોકોને સલામત સ્થળે ખસેડાયાCMએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું જામરાવલમાં 15 વર્ષીય બાળકીને સારવાર ન મળતા જીવ ગુમાવ્યો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં વિવિધ સ્થળોએથી રેસક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ જામખંભાળિયામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર ખડે પગે કામગીરીમાં જોડાયુ છે અને આ મામલે જિલ્લા કલેકટર જી.ટી.પંડયા દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે CM ભૂપેન્દ્ર પટેલ પણ જામખંભાળિયા પહોંચ્યા હતા અને CMએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. CM ભૂપેન્દ્ર પટલે કણજાર હોટલ નજીકના વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું હતુ. જામરાવલમાં 15 વર્ષીય કિશોરીનું સારવારના અભાવે મોત દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલમાં 15 વર્ષીય બાળકીને સારવાર ન મળતા જીવ ગુમાવ્યો છે. દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે રાવલ ગામ બેટમાં ફેરવાયુ છે, ત્યારે હનુમાન ધાર વિસ્તારમાં રહેતા કેશુભાઈ મારુની પુત્રી મંગુબેન અચાનક બિમાર પડતા જેસીબીની મદદથી સારવાર માટે લઈ જઈ રહ્યા હતા પણ ધસમસતા પુરના પ્રવાહને કારણે જેસીબી ચાલી શક્યું ન હતું અને સ્થાનિક પાલિકા તંત્રને જાણ કરાઈ છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા થઈ શકી નહતી, ત્યારે પ્રાથમિક સારવાર ન મળવાને કારણે 15 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તંત્રએ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી 24 કલાકમાં જ આ વાવાઝોડુ સર્જાવાની શક્યતા છે. ત્યારે તંત્ર તરફથી હાલમાં સાવચેતીના ભાગરૂપે દરિયાની નજીકના વિસ્તારોમાં નાગરિકોને ના જવા માટે અપીલ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જિલ્લામાં વિવિધ સ્થળોએ રેસ્ક્યૂ અભિયાન, લોકોને સલામત સ્થળે ખસેડાયા
- CMએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું
- જામરાવલમાં 15 વર્ષીય બાળકીને સારવાર ન મળતા જીવ ગુમાવ્યો
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં વિવિધ સ્થળોએથી રેસક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલ પણ જામખંભાળિયામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર ખડે પગે કામગીરીમાં જોડાયુ છે અને આ મામલે જિલ્લા કલેકટર જી.ટી.પંડયા દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે CM ભૂપેન્દ્ર પટેલ પણ જામખંભાળિયા પહોંચ્યા હતા અને CMએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. CM ભૂપેન્દ્ર પટલે કણજાર હોટલ નજીકના વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું હતુ.
જામરાવલમાં 15 વર્ષીય કિશોરીનું સારવારના અભાવે મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલમાં 15 વર્ષીય બાળકીને સારવાર ન મળતા જીવ ગુમાવ્યો છે. દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે રાવલ ગામ બેટમાં ફેરવાયુ છે, ત્યારે હનુમાન ધાર વિસ્તારમાં રહેતા કેશુભાઈ મારુની પુત્રી મંગુબેન અચાનક બિમાર પડતા જેસીબીની મદદથી સારવાર માટે લઈ જઈ રહ્યા હતા પણ ધસમસતા પુરના પ્રવાહને કારણે જેસીબી ચાલી શક્યું ન હતું અને સ્થાનિક પાલિકા તંત્રને જાણ કરાઈ છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા થઈ શકી નહતી, ત્યારે પ્રાથમિક સારવાર ન મળવાને કારણે 15 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તંત્રએ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી 24 કલાકમાં જ આ વાવાઝોડુ સર્જાવાની શક્યતા છે. ત્યારે તંત્ર તરફથી હાલમાં સાવચેતીના ભાગરૂપે દરિયાની નજીકના વિસ્તારોમાં નાગરિકોને ના જવા માટે અપીલ કરી છે.