Dwarka: જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપન કરવા વીજ વિભાગ કામે લાગ્યુ

દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં વીજ પુરવઠો પુનઃ સ્થાપન કરવા માટે વિભાગીય તથા અન્ય જિલ્લામાંથી મળી એમ કુલ 50 ટીમ વીજ પુરવઠો પૂર્વરત કરવા કામે લાગી છે. દ્વારકામાં ભારે વરસાદની સ્થિતિ બાદ 1100 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 26 ઓગસ્ટથી 3 દિવસ સુધી ભારે પવન સાથે મેઘવર્ષા થઈ હતી ત્યારે હાલમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પી.જી.વી.સી.એલ વિભાગના કર્મચારીઓ દિવસ રાત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. દ્વારકા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર એન.જે. ગોરાણીયા કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 26 ઓગસ્ટથી 3 દિવસ સુધી ભારે પવન સાથે મેઘવર્ષા થઈ હતી. જેને પરિણામે દ્વારકા વિભાગીય કચેરી હસ્તકના ઓખામંડળ (દ્વારકા) અને કલ્યાણપુર તાલુકામાં મોટા પ્રમાણમાં વીજ પોલ અને વીજ વાયરોમાં નુકસાન પહોંચ્યુ હતું. 50 ટીમ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી વર્તુળ કચેરી રાજકોટના મુખ્ય ચીફ ઈજનેર આર.જે.વાળાના માર્ગદર્શન હેઠળ દ્વારકા વિભાગીય કચેરીની 20 અને કોન્ટ્રાક્ટરોની 20 સાથે જ રાજકોટ જિલ્લામાંથી 10 ટીમના કર્મયોગીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા તેમજ ક્ષતિગ્રસ્ત વીજ પોલને ફરી ઉભા કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. હાલમાં વરસાદે વિરામ લેતા PGVCLની ટીમો દ્વારા ખાસ કરીને ખેતીવાડીના ફીડરોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને તકલીફ ના પડે. 1100 જેટલા વીજ પોલ અને 35 જેટલા ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ અને પવનના લીધે દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના ઘણા વિસ્તારોમાં અંદાજિત 1100 જેટલા વીજ પોલ તથા 35 જેટલા ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હતા. જેને પુનઃ સ્થાપન કરવા માટે વીજ વિભાગના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી કરી અને નાગરિકોની સમસ્યાઓને દૂર કરવા વીજ વિભાગની ટીમો મેદાનમાં ઉતરી વીજ પૂર્વરત કરવા કામે લાગી છે અને થોડા સમયમાં જ તમામ વિસ્તારમાં વીજ પૂરવઠો ચાલુ થઈ જશે. 

Dwarka: જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપન કરવા વીજ વિભાગ કામે લાગ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં વીજ પુરવઠો પુનઃ સ્થાપન કરવા માટે વિભાગીય તથા અન્ય જિલ્લામાંથી મળી એમ કુલ 50 ટીમ વીજ પુરવઠો પૂર્વરત કરવા કામે લાગી છે. દ્વારકામાં ભારે વરસાદની સ્થિતિ બાદ 1100 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 26 ઓગસ્ટથી 3 દિવસ સુધી ભારે પવન સાથે મેઘવર્ષા થઈ હતી

ત્યારે હાલમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પી.જી.વી.સી.એલ વિભાગના કર્મચારીઓ દિવસ રાત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. દ્વારકા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર એન.જે. ગોરાણીયા કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 26 ઓગસ્ટથી 3 દિવસ સુધી ભારે પવન સાથે મેઘવર્ષા થઈ હતી. જેને પરિણામે દ્વારકા વિભાગીય કચેરી હસ્તકના ઓખામંડળ (દ્વારકા) અને કલ્યાણપુર તાલુકામાં મોટા પ્રમાણમાં વીજ પોલ અને વીજ વાયરોમાં નુકસાન પહોંચ્યુ હતું.

50 ટીમ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી

વર્તુળ કચેરી રાજકોટના મુખ્ય ચીફ ઈજનેર આર.જે.વાળાના માર્ગદર્શન હેઠળ દ્વારકા વિભાગીય કચેરીની 20 અને કોન્ટ્રાક્ટરોની 20 સાથે જ રાજકોટ જિલ્લામાંથી 10 ટીમના કર્મયોગીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા તેમજ ક્ષતિગ્રસ્ત વીજ પોલને ફરી ઉભા કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. હાલમાં વરસાદે વિરામ લેતા PGVCLની ટીમો દ્વારા ખાસ કરીને ખેતીવાડીના ફીડરોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને તકલીફ ના પડે.

1100 જેટલા વીજ પોલ અને 35 જેટલા ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ અને પવનના લીધે દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના ઘણા વિસ્તારોમાં અંદાજિત 1100 જેટલા વીજ પોલ તથા 35 જેટલા ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હતા. જેને પુનઃ સ્થાપન કરવા માટે વીજ વિભાગના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી કરી અને નાગરિકોની સમસ્યાઓને દૂર કરવા વીજ વિભાગની ટીમો મેદાનમાં ઉતરી વીજ પૂર્વરત કરવા કામે લાગી છે અને થોડા સમયમાં જ તમામ વિસ્તારમાં વીજ પૂરવઠો ચાલુ થઈ જશે.