Dwarkaમાં તંત્રની મોટી કામગીરી, 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા
દ્રારકામાં છેલ્લા આઠ દિવસથી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને લઈ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે અને 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પડાયા છે અને દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ તોડયા છે.આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું દ્વારકા,બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું છે,બેટ દ્વારકામાં અને ઓખામાં 4 જ્યારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે અને 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ રહી ખડેપગે. બાલાપર અને હનુમાન દાંડી રોડ પર ડિમોલિશન પાર વિસ્તાર અને ઓખા વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું છે જેમા દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા છે,હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે.પાંચ દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332. ચો. મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે,ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત (ચોપન કરોડ પીસ્તાલીસ લાખ રૂપિયા) થાય છે.હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે. જામનગરમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્રારકામાં છેલ્લા આઠ દિવસથી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને લઈ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે અને 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પડાયા છે અને દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ તોડયા છે.
આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું
દ્વારકા,બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું છે,બેટ દ્વારકામાં અને ઓખામાં 4 જ્યારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે અને 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ રહી ખડેપગે.
બાલાપર અને હનુમાન દાંડી રોડ પર ડિમોલિશન
પાર વિસ્તાર અને ઓખા વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું છે જેમા દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા છે,હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે.પાંચ દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332. ચો. મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે,ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત (ચોપન કરોડ પીસ્તાલીસ લાખ રૂપિયા) થાય છે.હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.
જામનગરમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા
દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.