Diu News : દીવમાં રહેણાંક વિસ્તારમાં અચાનક ટુ વ્હીલરમાં આગનો ભડકો થયો, થોડા જ સમયમાં વાહન બળીને ખાખ

Jul 12, 2025 - 09:30
Diu News : દીવમાં રહેણાંક વિસ્તારમાં અચાનક ટુ વ્હીલરમાં આગનો ભડકો થયો, થોડા જ સમયમાં વાહન બળીને ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં પ્રવાસન માટે લોકપ્રિય ગણાતા દરિયાઈ વિસ્તાર એવા દિવમાં આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દીવના નાગવા કલેક્ટર રેસીડન્ટ મેઈન રોડ પર મેસ્ટ્રો ટુ વ્હીલર ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જાહેર રોડ પર વાહનમાં આગ લાગતા મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા. ટુ-વ્હીલરમાં લાગેલ આગ વધુ ભયંકર બનતા રાહદારીઓમાં ભગદડ મચી. દરમિયાન જાગૃત નાગરિક દ્વારા ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવ્યો.

આગની ઘટના બનતા લોકોમાં નાસભાગ 

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ટુ-વ્હીલરમાં આગની ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી હતી. દીવના વણાકબારાના ફાફડી વાડીના રહેવાસી જયપાલન જમનાદાસ પોતાનું ટુ વ્હીલર મેસ્ટ્રો ગાડી દીવ ગેરેજમાંથી રિપેર કરાવી અને વણાકબારા જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક જ ગાડીના હેન્ડલ પાસેથી ધુમાડા દેખાતા ગાડી ચાલક જયપાલન જમનાદાસ તથા તેની સાથે રહેલ એક છોકરો ગાડી પરથી ઉતરી અને ભાગ્યા. થોડી જ ક્ષણોમાં આખું આગ ભભુકી ઉઠતા ટુ વ્હીલર વાહન બળીને ખાખ થઈ ગયું.

જાહેર માર્ગ પર વાહનમાં આગની ઘટના બનતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. આગનો કોલ મળતા જ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવી હતી. બાદમાં બળી ગયેલ આ વાહનને તેના માલિક આગળ કાર્યવાહી કરવા બાકીનો સામનો લીધો. વાહનનો વીમો હશે તો માલિક દાવો કરી વળતર મેળવી શકે છે. દરમિયાન પોલીસે વાહનમાં આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે. પેટ્રોલમાં ભેળસેળ કે પછી વાહનમાં જ કોઈ ખરાબી હતી તેની તપાસ થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0