Dholka: ધોળકાના કલિકુંડ વિસ્તારમાં અનોખી સેવા પાણી વચ્ચે ડ્રોનથી પહોંચાડાયા ફૂડ પેકેટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોળકા (સં.ન્યૂ.સ) : ધોળકા શહેરના કલિકુંડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સામાન્ય અવરજવર લગભગ બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ પરિસ્થિતિમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. રૂક્ષ્મણી ફ્લેટમાં રહેતા લોકો તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી ખોરાક પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હતો. પાણી ભરાયેલા રસ્તાઓને કારણે જમીન માર્ગે પહોંચવું મુશ્કેલ બનતાં ડ્રોન મારફ્તે ફૂડ પેકેટ પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવતા લોકો સુધી સમયસર મદદ પહોંચી શકી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

