Dhanghdhra અને વઢવાણ શહેરમાં બે અકસ્માત, બે વ્યક્તિને ઈજા

Feb 15, 2025 - 00:30
Dhanghdhra અને વઢવાણ શહેરમાં બે અકસ્માત, બે વ્યક્તિને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકામાં અકસ્માતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં રામકથામાં સ્કુટર લઈને જતા ધ્રાંગધ્રાના દંપતીને કારે ઠોકર મારતા બંનેને ઈજા પહોંચી છે.

ધ્રાંગધ્રાના કામદાર સંઘના કવાર્ટરમાં 60 વર્ષીય મોહનભાઈ ગોવિંદભાઈ ખોડીયા રહે છે. તેઓ રાજકમલ ચોક પાસે કપડાની દુકાન ધરાવે છે. ગત તા. 11-2ના રોજ બપોરના સમયે કુડા ચોકડી પાસે રામકથા ચાલતી હોઈ તેઓ પત્ની પ્રભાબેનને લઈ એકટીવા પર ત્યાં જતા હતા. ત્યારે ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર તોરણ હોટલ પાસે પાછળથી આવેલ એક અર્ટીગા કારે એકટીવાને ઠોકર મારતા દંપતી નીચે પટકાયુ હતુ.

આ સમયે અર્ટીગા કારને પાછળથી આવતી બીએમડબલ્યુ કારે ઠોકર મારી હતી. મોહનભાઈ અને તેમના પત્ની બન્નેને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ બનાવની અર્ટીગા કારના ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.પી.કલોતરા ચલાવી રહ્યા છે. જયારે વઢવાણ તાલુકાના ટુવા ગામે રહેતા 57 વર્ષીય ખેંગારભાઈ ગગજીભાઈ મીઠાપરા મજુરી કરે છે.

તા. 10ના રોજ સાંજે તેઓ ઈકો કાર લઈને ગામના રાજુભાઈ ઈશ્વરભાઈ શીયાળીયા, હસુભાઈ શંકરભાઈ શીયાળીયા અને તરૂણભાઈ કીશોરભાઈ મીઠાપરા કરણગઢ ગામે એક સગાની ખબર કાઢવા ગયા હતા. જયાંથી રાતના સમયે પરત ટુવા આવતા હતા. ત્યારે ગુંદીયાળા પાસે સામેથી આવતી અલ્ટો કારના ચાલકે અકસ્માત કરતા ઈકો કારને નુકશાન થયુ હતુ. બનાવની જોરાવરનગર પોલીસ મથકે અલ્ટો કારના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર કે.બી.ખેર ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0