Dhandhuka: તાલુકા ગ્રામ્યમાં અકસ્માતની બે દુર્ઘટનામાં પાંચ વ્યક્તિને ઇજા
ધંધુકા નજીક અકસ્માતની બે દુર્ઘટનાઓ ઘટી હતી. જેમાં એક દુર્ઘટના ફેદરા ગામ નજીક ઘટી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.જ્યારે અન્ય એક દુર્ઘટના ધંધુકા બરવાળા હાઇવે માર્ગ પર શિવરંજની હોટલ નજીક ઘટી હતી. જેમાં પાંચ લોકોને સામાન્ય ઈજા થતાં 108 દ્વારા ધંધૂકા શહેરની આરએમએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ધંધૂકા તાલુકાના ફેદરા ગામ નજીક ડમ્પરમાંથી કપચીઓ માર્ગ પર વેરાઈ હતી. મોટી માત્રામાં રોડ પર કપચીઓ હોવાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે તકલીફ્નો સામનો કરવો પડયો હતો. ત્યારે બે કાર કપચીના કારણે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એક કાર રોડની સાઈડમાં પલટી મારી ઉંધી પડી હતી તો અન્ય એક કાર માર્ગ પરના ડિવાઈડર પર ઉંધી પડી હતી. સદ્નસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. તો અન્ય એક દુર્ઘટના ધંધૂકા બરવાળા માર્ગ પર શિવરંજની હોટલ નજીક ઘટી હતી. જેમાં સાળંગપુરથી દર્શન કરી પરત ફરી રહેલા ડભોઇના પરિવારજનોની કારને અકસ્માત નડયો હતો. આ કારચાલક અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અચાનક કાર રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. કારમાં સવાર સાત લોકો પૈકી પાંચ લોકોને સામાન્ય ઇજાઓ થતા 108 દ્વારા ધંધૂકાની આરએમએસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અકસ્માતના ઇજાગ્રસ્તો દર્શનાબેન રાજેન્દ્રભાઈ શાહ(ઉંમર વર્ષ 24), લતાબેન ભૂપેશભાઈ ઠાકોર(ઉંમર વર્ષ 60), દીનાબેન જીતેન્દ્રકુમાર શાહ(ઉંમર વર્ષ 56), દિશા રાજેન્દ્ર શાહ(ઉંમર વર્ષ 24), નીલાંગ શાહ(ઉંમર વર્ષ 32, તમામ રહે. ડભોઇ, જિલ્લો વડોદરા).
![Dhandhuka: તાલુકા ગ્રામ્યમાં અકસ્માતની બે દુર્ઘટનામાં પાંચ વ્યક્તિને ઇજા](https://epapercdn.sandesh.com/images/2025/02/10/qkJn6Wr7Zw7fUHaajiz5UB4MAMUU7Og8yFLfvDwY.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધંધુકા નજીક અકસ્માતની બે દુર્ઘટનાઓ ઘટી હતી. જેમાં એક દુર્ઘટના ફેદરા ગામ નજીક ઘટી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
જ્યારે અન્ય એક દુર્ઘટના ધંધુકા બરવાળા હાઇવે માર્ગ પર શિવરંજની હોટલ નજીક ઘટી હતી. જેમાં પાંચ લોકોને સામાન્ય ઈજા થતાં 108 દ્વારા ધંધૂકા શહેરની આરએમએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ધંધૂકા તાલુકાના ફેદરા ગામ નજીક ડમ્પરમાંથી કપચીઓ માર્ગ પર વેરાઈ હતી. મોટી માત્રામાં રોડ પર કપચીઓ હોવાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે તકલીફ્નો સામનો કરવો પડયો હતો. ત્યારે બે કાર કપચીના કારણે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એક કાર રોડની સાઈડમાં પલટી મારી ઉંધી પડી હતી તો અન્ય એક કાર માર્ગ પરના ડિવાઈડર પર ઉંધી પડી હતી. સદ્નસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. તો અન્ય એક દુર્ઘટના ધંધૂકા બરવાળા માર્ગ પર શિવરંજની હોટલ નજીક ઘટી હતી. જેમાં સાળંગપુરથી દર્શન કરી પરત ફરી રહેલા ડભોઇના પરિવારજનોની કારને અકસ્માત નડયો હતો. આ કારચાલક અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અચાનક કાર રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. કારમાં સવાર સાત લોકો પૈકી પાંચ લોકોને સામાન્ય ઇજાઓ થતા 108 દ્વારા ધંધૂકાની આરએમએસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
અકસ્માતના ઇજાગ્રસ્તો
દર્શનાબેન રાજેન્દ્રભાઈ શાહ(ઉંમર વર્ષ 24), લતાબેન ભૂપેશભાઈ ઠાકોર(ઉંમર વર્ષ 60), દીનાબેન જીતેન્દ્રકુમાર શાહ(ઉંમર વર્ષ 56), દિશા રાજેન્દ્ર શાહ(ઉંમર વર્ષ 24), નીલાંગ શાહ(ઉંમર વર્ષ 32, તમામ રહે. ડભોઇ, જિલ્લો વડોદરા).