Dhandhuka :ખેલ મહાકુંભમાં ધંધૂકાની સ્વામિ. વિદ્યાલયનો ડંકો

Oct 16, 2026 - 03:00
Dhandhuka :ખેલ મહાકુંભમાં ધંધૂકાની સ્વામિ. વિદ્યાલયનો ડંકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેલ મહાકુંભ 2026 અંતર્ગત માંડલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-17 બહેનોની રસ્સા ખેંચ સ્પર્ધામાં ધંધૂકા તાલુકાની સ્વામિનારાયણ વિદ્યાલયની બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાનદાર જીત સાથે શાળાની ટીમે ઝોન કક્ષાની સ્પર્ધામાં રમવા માટે પસંદગી મેળવી છે. શાળાની બહેનોએ પોતાની મહેનત, એકતા, શારીરિક ક્ષમતા અને ટીમવર્કના બળે આ સિદ્ધિ હાંસલ કરીને ધંધૂકા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ સફ્ળતા બદલ શાળાના આદ્યસ્થાપક બાપુ સ્વામી, શાળાના નિયામક ડો. રઘુવીરસિંહ ચૂડાસમા તથા શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ ચૂડાસમા અને રામદેવસિંહે વિજેતા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ રમતગમત શિક્ષક કે.ડી. ગમારાને પણ અભિનંદન આપી આગામી ઝોન કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ઝોન કક્ષાએ પહોંચેલી સ્વામિનારાયણ વિદ્યાલયની બહેનોની આ સિદ્ધિથી શાળા પરિવાર સહિત ધંધૂકા તાલુકામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0