Dhandhuka: ધંધૂકા નજીક હાઇવે પર કડબ ભરેલી આઈશર સળગી

ધંધુકા શહેર નજીક નજીક રોડ ક્રોસ કરી રહેલા વીજ વાયરો પશુઓ માટે કડબ ભરી જઈ રહેલા આઈશરને અડી જતા પુળમાં આગ ફટી નીકળી હતી. રોડ પર જ અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જો કે આઈશરના ચાલકે જોખમી રીતે જાબાજી દેખાડી સળગતું આઈશર 300 મીટર સુધી રોડ પર ચલાવી નજીક આવેલ ખુલ્લા મેદાનમાં મૂકી સહી સલામત રીતે બહાર આવી ગયો હતો. જો કે આઈશરમાં આગ સતત પ્રચંડ થતા કેબિન અને પુળા બળી ગયા હતા.ઘટનાની જાણ થતાં જ પીએસઆઇ બારૈયા તથા સ્ટાફ્ તાત્કાલિક ઘટના. સ્થળે દોડી ગયા હતા.ધંધુકા ફાયર ફાઈટર ને જાણ કર્યાના લાંબા સમય બાદ ફાયર ફાઈટર ઘટના. સ્થળે પહોંચ્યું હતું ફાયર ટીમ આવે તે પહેલા જ આગે આઈશરમાં મોટો વિનાશ કરી નાખ્યો હતો. ત્યારે પાલિકા ના ફાયર વિભાગ ની નિષ્કાળજી ને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ટળી હતી. પાલિકાના ફાયર ફાઈટરની લેટ લતીફી યથાવત્ સમી સાંજે રોડ પર કડબ ભરેલી આઈશર સળગી ગયા બાદ ધંધુકા ફાયર બ્રિગેડ આવી અને અડધી બળી ગયેલ આઈશર પુરી ના બળે તે માટે મોડે મોડે પણ પહોંચી પાણીનો મારો ચલાવ્યો તો વહેલી સવારે ધંધુકા શહેર ના પ્લોટ વિસ્તારમાં હીરાના કારખાનામાં અચાનક આગ લાગી પણ. ધંધુકાનું ફાયર ફાઈટર સમયસર ના પહોંચી શક્યું આતો ભલું થજો સ્થાનિક આડોશી પાડોશીઓનું કે ઘર ની મોટરો ચાલુ કરી મહા મહેનતે આગ પર કાબુ મેળવી લીધો.મળતી માહિતી અનુસાર ધંધુકા ફાયર ટીમમાં કોઈ ફાયર ટ્રેઇની સ્ટાફ્ જ નથી કોઈ ભરતી પણ કરાઈ નથી ત્યારે ધંધુકા નું ફાયર બ્રિગેડ સરકારના નિયમો સાથે નિર્ધારિત કર્મચારીઓ વગર જ લોલ સાથે બિનઅનુભવી કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારે ફાયરના સાધન આપ્યા પણ અનુભવી કર્મચારી વગર બસ ચાલ્યા કરે છે.

Dhandhuka: ધંધૂકા નજીક હાઇવે પર કડબ ભરેલી આઈશર સળગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધંધુકા શહેર નજીક નજીક રોડ ક્રોસ કરી રહેલા વીજ વાયરો પશુઓ માટે કડબ ભરી જઈ રહેલા આઈશરને અડી જતા પુળમાં આગ ફટી નીકળી હતી. રોડ પર જ અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જો કે આઈશરના ચાલકે જોખમી રીતે જાબાજી દેખાડી સળગતું આઈશર 300 મીટર સુધી રોડ પર ચલાવી નજીક આવેલ ખુલ્લા મેદાનમાં મૂકી સહી સલામત રીતે બહાર આવી ગયો હતો. જો કે આઈશરમાં આગ સતત પ્રચંડ થતા કેબિન અને પુળા બળી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પીએસઆઇ બારૈયા તથા સ્ટાફ્ તાત્કાલિક ઘટના. સ્થળે દોડી ગયા હતા.ધંધુકા ફાયર ફાઈટર ને જાણ કર્યાના લાંબા સમય બાદ ફાયર ફાઈટર ઘટના. સ્થળે પહોંચ્યું હતું ફાયર ટીમ આવે તે પહેલા જ આગે આઈશરમાં મોટો વિનાશ કરી નાખ્યો હતો. ત્યારે પાલિકા ના ફાયર વિભાગ ની નિષ્કાળજી ને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ટળી હતી.

પાલિકાના ફાયર ફાઈટરની લેટ લતીફી યથાવત્

સમી સાંજે રોડ પર કડબ ભરેલી આઈશર સળગી ગયા બાદ ધંધુકા ફાયર બ્રિગેડ આવી અને અડધી બળી ગયેલ આઈશર પુરી ના બળે તે માટે મોડે મોડે પણ પહોંચી પાણીનો મારો ચલાવ્યો તો વહેલી સવારે ધંધુકા શહેર ના પ્લોટ વિસ્તારમાં હીરાના કારખાનામાં અચાનક આગ લાગી પણ. ધંધુકાનું ફાયર ફાઈટર સમયસર ના પહોંચી શક્યું આતો ભલું થજો સ્થાનિક આડોશી પાડોશીઓનું કે ઘર ની મોટરો ચાલુ કરી મહા મહેનતે આગ પર કાબુ મેળવી લીધો.મળતી માહિતી અનુસાર ધંધુકા ફાયર ટીમમાં કોઈ ફાયર ટ્રેઇની સ્ટાફ્ જ નથી કોઈ ભરતી પણ કરાઈ નથી ત્યારે ધંધુકા નું ફાયર બ્રિગેડ સરકારના નિયમો સાથે નિર્ધારિત કર્મચારીઓ વગર જ લોલ સાથે બિનઅનુભવી કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારે ફાયરના સાધન આપ્યા પણ અનુભવી કર્મચારી વગર બસ ચાલ્યા કરે છે.