Dhandhuka: તગડી માર્ગ પર અકસ્માતમાં બાઈકચાલકનું સ્થળ પર મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લામાં ધંધૂકા તગડી હાઈવે માર્ગ પર ખેતીવાડી ફાર્મ નજીક ગુરુવારે મોડી રાત્રે એક બાઈકને અકસ્માત નડયો હતો. જેમાં ચાલક ભાવેશ રાઠોડ રહે. અડવાળનું મોત થયું હતું. સમગ્ર મામલે હાલ ધંધુકા પોલીસ તપાસ ચલાવી રહી છે. ભાવેશ બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે રોડ પરના ડીવાઈડર પાસે બાઇકનો અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. રોડનું કામ ગોકળ ગાયની ગતિથી ચાલી રહ્યું છે ડીવાઈડર બનાવી દેવાયા છે. પરંતુ તેના પર રેડિયમ કલર નહી હોવાથી રાત્રે આ ડીવાઈડર દેખાતા નથી અને સામેથી મોટા વાહનોની લાઈટો આવતી હોઈ ખાસ કરીને બાઈક ચાલકો ડીવાઈડર સાથે ભટકવા ની અનેક ઘટનાઓ ઘટી છે. આર. એમ. એસ હોસ્પિટલ ખાતે એક ડાઈવર્ઝન આપવામાં આવ્યો છે. જેમાં ભયજનક રીતે રાત્રે લકઝરી બસો બેફામ દોડી રહી છે. ત્યારે રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
What's Your Reaction?






