Devbhumi Dwarkaના જામ કલ્યાણપુરમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, પાણી થતા વહેતા

દેવભૂમિદ્રારકાના જામ કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ પર પાણી વહી રહ્યાં છે.માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,સાથે સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.રોડ પર પાણી ભરાવાને લઈ સ્થાનિકોએ નગરપાલિકા સામે આક્ષેપો કર્યા છે કે,વરસાદના સમયે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને બે થી ત્રણ દિવસ સુધી આ પાણી ઉતરતા નથી. ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલી અને દ્રારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ પડયો છે,વરસાદ તો પડયો અને ગરમીથી રાહત પણ મળી પરંતુ ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા છે કેમકે પાક તૈયાર થઈ ગયો અને ફરી વરસાદ વરસતા પાક નિષ્ફળ ગયો છે,ખાસ કરીને મગફળી,કપાસ,સોયાબીનનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે,ત્યારે હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે. અમરેલીમાં પણ વરસાદ સાવરકુંડલાના ગીર કાંઠા વિસ્તારમાં ફરી એકવાર આકાશમાંથી આફત વરસી રહી છે.સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આંબરડી ગાધકડા સહિત બગોયા, ખોડીયાણા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે સાથે સાથે તમામ ડેમો ઓવરફલો થવાની નજીક છે.અમરેલીના ઠેબી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાં વરસાદને પગલે દરવાજા ખોલાયા છે.ઠેબી ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલાયા છે. 25 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે : અંબાલાલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ પડી શકે ચે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે,7 થી 13 નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે સાથે સાથે 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સર્જાઈ શકે છે જેને લઈ તેની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં થઈ શકે છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે.  

Devbhumi Dwarkaના જામ કલ્યાણપુરમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, પાણી થતા વહેતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિદ્રારકાના જામ કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ પર પાણી વહી રહ્યાં છે.માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,સાથે સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.રોડ પર પાણી ભરાવાને લઈ સ્થાનિકોએ નગરપાલિકા સામે આક્ષેપો કર્યા છે કે,વરસાદના સમયે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને બે થી ત્રણ દિવસ સુધી આ પાણી ઉતરતા નથી.

ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલી અને દ્રારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ પડયો છે,વરસાદ તો પડયો અને ગરમીથી રાહત પણ મળી પરંતુ ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા છે કેમકે પાક તૈયાર થઈ ગયો અને ફરી વરસાદ વરસતા પાક નિષ્ફળ ગયો છે,ખાસ કરીને મગફળી,કપાસ,સોયાબીનનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે,ત્યારે હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે.

અમરેલીમાં પણ વરસાદ

સાવરકુંડલાના ગીર કાંઠા વિસ્તારમાં ફરી એકવાર આકાશમાંથી આફત વરસી રહી છે.સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આંબરડી ગાધકડા સહિત બગોયા, ખોડીયાણા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે સાથે સાથે તમામ ડેમો ઓવરફલો થવાની નજીક છે.અમરેલીના ઠેબી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાં વરસાદને પગલે દરવાજા ખોલાયા છે.ઠેબી ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલાયા છે.

25 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે : અંબાલાલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ પડી શકે ચે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે,7 થી 13 નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે સાથે સાથે 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સર્જાઈ શકે છે જેને લઈ તેની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં થઈ શકે છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે.