Dholka: નેસડા ગામમાં ફાર્મા.કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડાતા બોર-કૂવાનું પાણી પીવાલાયક નબચ્યું

ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા સોમવારે ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યા હલ કરવા માંગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ધોળકા અને ભેટાવાડા ગામે આવેલ ફર્મા. કંપનીઓ દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડી દેતા નેસડા ગામના ખેતરમાં વસવાટ કરતા કુટુંબોના બાળકો છેલ્લા 20 દિવસથી સ્કૂલે જઈ શકતા નથી. ગામમાંથી રાત્રિના સમયે ખેતરમાં ગુલાબ, મોગરો, તગડી, પારસ, ગલગોટો, ડમરો વીણવા જવામાં આ કેમિકલયુક્ત પાણી અવરોધરૂપ બને છે. આ પાણીમાંથી પસાર થતા લોકોને ખંજવાળ આવે છે. અને પાણીજન્ય રોગ થવાની ભીતિ છે. ગામના પીવાના પાણીના બોરમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી પીવાલાયક બચેલ નથી. આ પાણી જે વહેળામાંથી પસાર થાય છે તેની આજુબાજુના બોરના પાણી પીવાલાયક રહેલ નથી. આ કેમિકલ યુક્ત પાણીનાકારણે ખેતપાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ આવેદનપત્ર આપતી વેળા નેસડા ગામના આગેવાનો પ્રતાપસિંહ પઢીયાર, વનરાજસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, દિનેશભાઇ મકવાણા, મુકેશભાઈ દાયમા હાજર રહ્યા હતા.

Dholka: નેસડા ગામમાં ફાર્મા.કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડાતા બોર-કૂવાનું પાણી પીવાલાયક નબચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા સોમવારે ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યા હલ કરવા માંગણી કરવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ધોળકા અને ભેટાવાડા ગામે આવેલ ફર્મા. કંપનીઓ દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડી દેતા નેસડા ગામના ખેતરમાં વસવાટ કરતા કુટુંબોના બાળકો છેલ્લા 20 દિવસથી સ્કૂલે જઈ શકતા નથી. ગામમાંથી રાત્રિના સમયે ખેતરમાં ગુલાબ, મોગરો, તગડી, પારસ, ગલગોટો, ડમરો વીણવા જવામાં આ કેમિકલયુક્ત પાણી અવરોધરૂપ બને છે. આ પાણીમાંથી પસાર થતા લોકોને ખંજવાળ આવે છે. અને પાણીજન્ય રોગ થવાની ભીતિ છે. ગામના પીવાના પાણીના બોરમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી પીવાલાયક બચેલ નથી. આ પાણી જે વહેળામાંથી પસાર થાય છે તેની આજુબાજુના બોરના પાણી પીવાલાયક રહેલ નથી. આ કેમિકલ યુક્ત પાણીનાકારણે ખેતપાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ આવેદનપત્ર આપતી વેળા નેસડા ગામના આગેવાનો પ્રતાપસિંહ પઢીયાર, વનરાજસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, દિનેશભાઇ મકવાણા, મુકેશભાઈ દાયમા હાજર રહ્યા હતા.