Delhi Rain : રક્ષાબંધનના દિવસે દિલ્હી થયું પાણી-પાણી, ભારે વરસાદને પગલે રસ્તાઓ બન્યા તળાવ!

Aug 10, 2025 - 01:30
Delhi Rain : રક્ષાબંધનના દિવસે દિલ્હી થયું પાણી-પાણી, ભારે વરસાદને પગલે રસ્તાઓ બન્યા તળાવ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે રક્ષાબંધનના દિવસે શનિવારે દિલ્હીમાં ભારે વરસાદ વરસ્યો છે. ઘણા કલાકો સુધી રાજધાનીમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. ગાડીઓમાં પણ પાણી ભરાયા છે. લોકોને ચાલવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા છે.

દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર પડ્યો નથી

રક્ષાબંધનના તહેવાર પર સતત વરસાદના કારણે બજારોની રોનક પણ ફિક્કી પડી હતી, મિઠાઈની દુકાનો પર ગ્રાહકો પહોંચી શક્યા નહતા. તૈયારી મિઠાઈઓ ગોડાઉનમાં જ પડી રહી, કારણ કે પાણી ભરાવવાના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલભર્યુ હતું. દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર પડ્યો નથી. દિલ્હીમાં પહેલા પણ વરસાદના સમયે પાણીનો ભરાવો થતો હતો અને આજે પણ સ્થિતિ એવીને એવી જ છે. નાળાની સફાઈ અને પાણી નીકળવાની વ્યવસ્થામાં સુધારો કરવાનો દર વર્ષે દાવો કરવામાં આવે છે પણ તસ્વીરો તંત્રની પોલ ખોલી નાખે છે.

એનસીઆર અને ઘણા રાજ્યમાં પણ સ્થિતિ ખરાબ

તમને જણાવી દઈએ કે દિલ્હીના જૈતપુર વિસ્તારમાં સવારે લગભગ 9 વાગ્યે વરસાદના કારણે એક લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી, આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જેમાં 3 પુરૂષ, 2 મહિલાઓ અને બે બાળકો સામેલ છે. માત્ર દિલ્હી જ નહીં પણ એનસીઆર અને ઘણા રાજ્યમાં પણ સ્થિતિ ખરાબ છે. નોઈડા, ગાજિયાબાદ, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પાણી ભરાવવાથી રસ્તાઓ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. હરિયાણાથી સોનીપતનો રસ્તો તળાવ બની ગયો છે. કેટલાક લોકોએ પાણીમાં ફસાયેલી ગાડીઓને બહાર કાઢવા માટે 500થી 1000 રૂપિયા ચાર્જ વસુલ્યો છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0