Delhiથી અમદાવાદ આવતી ચાલુ ફ્લાઈટમાં યુવકે પીધી સિગારેટ, એરપોર્ટ પોલીસે કરી ધરપકડ
અમદાવાદમાં એક યુવકે ચાલુ ફ્લાઈટમાં સિગારેટ પીધી છે. ત્યારે ચાલુ ફ્લાઈટમાં સિગારેટ પીનારા યુવકની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં આ બનાવ બન્યો છે. ચાલુ ફ્લાઈટમાં ટોયલેટમાં મુસાફરે સિગારેટ પીધી છે. ત્યારે આ યુવકે અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મુક્યા તે બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.એરપોર્ટ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી યુવકની કરી ધરપકડ તમને જણાવી દઈએ કે દિલ્હીથી અમદાવાદ આવવા નીકળેલી ફ્લાઈટમાં નિજામુદ્દીન સેફી નામના મુસાફરે ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થાય તે પહેલા ચાલુ ફ્લાઈટે ટોયલેટમાં સિગારેટ પીધી હતી અને પોતાની સાથે સાથે અન્ય મુસાફરોના પણ જીવ મુશ્કેલીમાં મુક્યા જેને લઈને યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આ યુવક સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે એરપોર્ટમાં આટલી કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ યુવક સિગારેટ લઈને ફ્લાઈટની અંદર કેવી રીતે પહોંચ્યો તે ચોંકાવનારી ઘટના છે. ઈમ્પોર્ટેડ સિગારેટની દાણચોરી રોકવા કસ્ટમ વિભાગની બાજ નજર તમને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી રોકવા માટે કસ્ટમ વિભાગ દ્વારા કડક નજર રાખવામાં આવે છે. ત્યારે ઘણા મુસાફરો અલગ અલગ રસ્તાઓ અજમાવીને સોનાની દાણચોરી કરતા હોય છે. ત્યારે અત્યાર સુધીમાં આવા મુસાફરોને ઝડપીને કસ્ટમના અધિકારીઓએ કરોડો રૂપિયાનું સોનું જપ્ત પણ કર્યું છે. આ સિવાય કસ્ટમ વિભાગે 50 નંગ ભરેલી બંદૂકની કારતૂસોના બોક્સ પણ જપ્ત કર્યા હતા. ઈમ્પોર્ટેડ સિગારેટની સાથે જ ડ્રગ્સ, ડાયમંડ અને વિદેશી કરન્સીની પણ મોટા પ્રમાણમાં દાણચોરી એરપોર્ટ પર થતી હોય છે, ત્યારે આવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે કસ્ટમ વિભાગે બાજ નજર રાખી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એક યુવકે ચાલુ ફ્લાઈટમાં સિગારેટ પીધી છે. ત્યારે ચાલુ ફ્લાઈટમાં સિગારેટ પીનારા યુવકની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં આ બનાવ બન્યો છે. ચાલુ ફ્લાઈટમાં ટોયલેટમાં મુસાફરે સિગારેટ પીધી છે. ત્યારે આ યુવકે અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મુક્યા તે બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એરપોર્ટ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી યુવકની કરી ધરપકડ
તમને જણાવી દઈએ કે દિલ્હીથી અમદાવાદ આવવા નીકળેલી ફ્લાઈટમાં નિજામુદ્દીન સેફી નામના મુસાફરે ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થાય તે પહેલા ચાલુ ફ્લાઈટે ટોયલેટમાં સિગારેટ પીધી હતી અને પોતાની સાથે સાથે અન્ય મુસાફરોના પણ જીવ મુશ્કેલીમાં મુક્યા જેને લઈને યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આ યુવક સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે એરપોર્ટમાં આટલી કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ યુવક સિગારેટ લઈને ફ્લાઈટની અંદર કેવી રીતે પહોંચ્યો તે ચોંકાવનારી ઘટના છે.
ઈમ્પોર્ટેડ સિગારેટની દાણચોરી રોકવા કસ્ટમ વિભાગની બાજ નજર
તમને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી રોકવા માટે કસ્ટમ વિભાગ દ્વારા કડક નજર રાખવામાં આવે છે. ત્યારે ઘણા મુસાફરો અલગ અલગ રસ્તાઓ અજમાવીને સોનાની દાણચોરી કરતા હોય છે. ત્યારે અત્યાર સુધીમાં આવા મુસાફરોને ઝડપીને કસ્ટમના અધિકારીઓએ કરોડો રૂપિયાનું સોનું જપ્ત પણ કર્યું છે. આ સિવાય કસ્ટમ વિભાગે 50 નંગ ભરેલી બંદૂકની કારતૂસોના બોક્સ પણ જપ્ત કર્યા હતા. ઈમ્પોર્ટેડ સિગારેટની સાથે જ ડ્રગ્સ, ડાયમંડ અને વિદેશી કરન્સીની પણ મોટા પ્રમાણમાં દાણચોરી એરપોર્ટ પર થતી હોય છે, ત્યારે આવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે કસ્ટમ વિભાગે બાજ નજર રાખી રહ્યું છે.