સુરેન્દ્રનગર લખતર હાઈવે પર લુખ્ખાઓનો ત્રાસ, લુંટ માટે અજમાવ્યો નવો કીમિયો

સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે હાઈવે પર જતી ગાડીને રોકવા રોડ પર સુઈ જાય છે અને આ પ્રકારે અનેક ગાડીઓને રોકીને લુંટવા માટે નિશાન બનાવે છે. અન્ય વ્યક્તિઓ રોડની બાજુમાં સંતાઈને બેઠેલા હોય છે.પોલીસ આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ આ દરમિયાન જો કોઈ ગાડી હાઈવે રોડ પર ઉભી રાખે તો તેને આ લુખ્ખા તત્વો લુંટી લે છે. આ પ્રકારે લુખ્ખા તત્વોએ રોડ પર લોકોને લુંટવા માટે નવો કીમિયો અજમાવ્યો છે. જો કે આ ઘટના બાબતે એક જાગૃતિ નાગરિકએ ફોટા વાયરલ કરીને પોલીસને જાણ કરી જાણ છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. હાઈવે રોડ પર અંધારાનો લાભ લઈને આવારા તત્વો લોકોને લુંટીને ફરાર થઈ જાય છે. 9 ઓક્ટોબરે આવારા તત્વોએ યુવકને માર્યો હતો માર સુરેન્દ્રનગરના લખતરમાં આવારા તત્વો છેલ્લા કેટલાક દિવસથી બેફામ બન્યા છે. 9 ઓક્ટોબરે એક યુવકનું જાહેરમાં અપહરણ કરીને માર માર્યો હતો. 7 જેટલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને ઢોર માર માર્યો હતો. મારમારી યુવકને કેનાલમાં ફેંકી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે સ્થાનિકોએ યુવકને કેનાલમાં નાખવાથી બચાવી લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સાથે જ યુવકના ગળામાંથી ચેઈન, મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોટીલાના પિયાવામાં જૂથ અથડામણમાં 5ને ઈજા થોડા દિવસ પહેલા જ ચોટીલા તાલુકાના પિયાવા ગામે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે સામસામે જૂથ અથડામણ થઈ હતી, જેમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જૂની અદાવતના કારણે આ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં પાંચ લોકોને ઈજા પહોંચતા ચોટીલા રેફરલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જો કે ચોટીલા પોલીસ પિયાવા ગામે પહોંચીને સમગ્ર બનાવની જાણકારી મેળવીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર લખતર હાઈવે પર લુખ્ખાઓનો ત્રાસ, લુંટ માટે અજમાવ્યો નવો કીમિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે હાઈવે પર જતી ગાડીને રોકવા રોડ પર સુઈ જાય છે અને આ પ્રકારે અનેક ગાડીઓને રોકીને લુંટવા માટે નિશાન બનાવે છે. અન્ય વ્યક્તિઓ રોડની બાજુમાં સંતાઈને બેઠેલા હોય છે.

પોલીસ આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ

આ દરમિયાન જો કોઈ ગાડી હાઈવે રોડ પર ઉભી રાખે તો તેને આ લુખ્ખા તત્વો લુંટી લે છે. આ પ્રકારે લુખ્ખા તત્વોએ રોડ પર લોકોને લુંટવા માટે નવો કીમિયો અજમાવ્યો છે. જો કે આ ઘટના બાબતે એક જાગૃતિ નાગરિકએ ફોટા વાયરલ કરીને પોલીસને જાણ કરી જાણ છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. હાઈવે રોડ પર અંધારાનો લાભ લઈને આવારા તત્વો લોકોને લુંટીને ફરાર થઈ જાય છે.

9 ઓક્ટોબરે આવારા તત્વોએ યુવકને માર્યો હતો માર

સુરેન્દ્રનગરના લખતરમાં આવારા તત્વો છેલ્લા કેટલાક દિવસથી બેફામ બન્યા છે. 9 ઓક્ટોબરે એક યુવકનું જાહેરમાં અપહરણ કરીને માર માર્યો હતો. 7 જેટલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને ઢોર માર માર્યો હતો. મારમારી યુવકને કેનાલમાં ફેંકી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે સ્થાનિકોએ યુવકને કેનાલમાં નાખવાથી બચાવી લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સાથે જ યુવકના ગળામાંથી ચેઈન, મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોટીલાના પિયાવામાં જૂથ અથડામણમાં 5ને ઈજા

થોડા દિવસ પહેલા જ ચોટીલા તાલુકાના પિયાવા ગામે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે સામસામે જૂથ અથડામણ થઈ હતી, જેમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જૂની અદાવતના કારણે આ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં પાંચ લોકોને ઈજા પહોંચતા ચોટીલા રેફરલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જો કે ચોટીલા પોલીસ પિયાવા ગામે પહોંચીને સમગ્ર બનાવની જાણકારી મેળવીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે.