Dehgam: પાલિકાના કૃત્રિમ કુંડ ખાલી રહ્યા, તળાવ કાંઠે ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દહેગામમાં દશામાના દશ દિવસના વ્રત ઉપવાસ પુર્ણ થતા ગઈકાલે શનિવાર રાત્રી જાગરણની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી બાદ તમામ ભક્તોએ સ્થાપિત કરેલી માતાજીની મુર્તિઓને વિસર્જન કરવા નીલકંઠ મહાદેવ તળાવ ખાતે ઉમટી પડયા હતા. આખી રાત વિસર્જન કરવાનુ ચાલુ રહ્યુ હતુ અને એક અંદાજ મુજબ રાતથી વહેલી સવાર સુધી એક હજારથી વધુ માતાજીની નાની મોટી મુર્તીઓનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. મોટા ભાગના ભક્તો દ્વારા મુર્તીઓને તળાવ પાસે જ મુકી દેવામાં આવી હતી. જેના માટે દહેગામ ફાયર બ્રીગેડનો સ્ટાફ તથા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.
તળાવ પાસે જ પાલિકા દ્વારા મુર્તિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. છતાં લોકોએ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાનું ટાળ્યું હતું. પાલિકાએ તૈયાર કરેલા કુંડ એકદમ ખાલીખમ જોવા મળ્યા હતા. સોલંકીપુરા પાસે પણ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાનુ લોકોએ ટાળ્યુ હતુ. પાલૈયા નીલકંઠ તળાવ પાસે દર વર્ષે મુર્તીઓનુ વિસર્જન કરવા ભક્તોની ભારે ભીડ જામે છે. તળાવનું પાણી ઉંડુ હોવાથી શનિવારથી રવિવાર દિવસભર પોલીસ તથા ફાયર બ્રીગેડનો કાફલો ખડેપગે રહ્યો હતો. કોઇ અણબનાવ ના બને એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ અને લોકો તળાવ પાણીમાં ઉતરે નહી તેની તકેદારી રાખવામાં આવી હતી. સહી સલામમત રીતે એક હજારથી વધુ મુર્તિઓને વિસર્જીત કરાઇ હતી. આ મામલે ફાયય ઓફીસર સુર્યોદયસિહે જણાવ્યુ કે, શનિવાર આખી રાત તેમજ રવિવારે સવાર સુધી લોકોની ભીડ જોવા મળી હતી અને વિસર્જન ચાલ્યુ હતુ. ભકિત અને આસ્થાના ઉત્સવની તાલુકાની જનતા દર વર્ષે વાજતે ગાજતે અને ધામધુમથી ઉજવણી કરે છે.
What's Your Reaction?






