Deesa: કંસારી પાસેથી શંકાસ્પદ ખાતર ભરેલું જીપડાલુ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડીસા ધાનેરા રોડ ઉપર કંસારી ગામ પાસેથી ડીસા તાલુકા પોલીસ અને ખેતીવાડી વિભાગની સંયુક્ત તપાસ દરમિયાન શંકાસ્પદ ખાતર ભરેલું જીપડાલુ ઝડપાયું હતું. જે ખાતર ડીસા તાલુકા પોલીસ મથકમાં કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર જિલ્લામાં એક તરફ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કેટલાક લોકો ખેડૂતોના હક્કનું ખાતર કંપનીઓમાં પધરાવી નફો રળી રહ્યા છે. જોકે કાળા બજાર ખાતરની અનેક વખત ફરિયાદો પણ થઈ ચૂકી છે ત્યારે ડીસા તાલુકા પીઆઈ એન.કે.વિંઝુડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમ અને ડીસા ખેતીવાડી અધિકારી રામજી દેસાઈની ટીમ ડીસા ધાનેરા રોડ પરા કંસારી ટોલનાકા પાસે વાહન તપાસમાં હતા તે દરમિયાન ધાનેરા તરફથી આવતા એક પીકઅપ જીપડાલુ RJ 39 GA 4621 ને રોકાવી તપાસ કરતા જીપડાલામાં 60 જેટલા કટ્ટા શંકાસ્પદ યુરિયા ખાતરના હોવાનું માલુમ પડેલ જેથી પોલીસ અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા આ જીપડાલાને ડીસા તાલુકા પોલીસ મથકે આવેલ અને શંકાસ્પદ યુરિયા ખાતર હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી વિભાગની ટીમ બે સેમ્પલ લીધેલ હતા અને જે સેમ્પલને પરીક્ષણ અર્થે ગાંધીનગર લેબમાં મુકવામાં આવ્યા હતા. જયારે જીપડાલુ અને 60 શંકાસ્પદ ખાતરના કટ્ટાઓને પોલીસે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
What's Your Reaction?






