Dang: સાપુતારામાં યોજાનાર મોન્સૂન ફેસ્ટિવલ માટે સાંસદ ધવલ પટેલે કરી અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગ જિલ્લામાં આગામી જુલાઈ માસમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. સાપુતારા ખાતે યોજાનાર મોન્સૂન ફેસ્ટિવલ માટે સાંસદ ધવલ પટેલે અપીલ કરી છે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યને માણવા આવતા લાખો પ્રવાસીઓ આવતા હોય છે. લીલાછમ પર્વતો અને તેમાંથી વહેતા ઝરણાંને જોવા પ્રવાસીઓની ભીડ થાય છે. પ્રવાસીઓને કુદરતી સૌંદર્ય સાથે આદિવાસી સંસ્ક્રૃતિ અને ડાંગી ભોજનનો સ્વાદ માણવા માટે સાંસદે અપીલ કરી છે.
મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન
સાપુતારા એટલે કે ગુજરાતનું શિમલા ગુજરાતનું હરિયાળુ હિલસ્ટેશન એવા સાપુતારામાં ચોમાસામાં પ્રકૃતિ ચોમેર ખીલી ઉઠે છે. આ દિવસોમાં જાણે કે અંહી કુદરતી રૂબરુ આવી હોય તેવો અહેસાસ થાય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સાંનિધ્ય માણવા આવી પહોંચે છે. જેને ધ્યાને રાખીને સાપુતારામાં દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
30 દિવસ સુધી મોન્સુન ફેસ્ટિવલ
ગુજરાતનું પર્યટન સ્થળ કે જ્યાં ચોમાસાની સિઝનમાં જવાનું લોકોને ગમે એવું સાપુતારા હિલ સ્ટેશન કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 30 દિવસ સુધી મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. જેને મેઘમલ્હાર પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્વનું છે કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં સાપુતારા મોનસુન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી,આ ફેસ્ટિવલમાં ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ વધુ મુલાકાતે આવે છે.
What's Your Reaction?






