Dang: સરકારી અનાજના ગોડાઉનમાં ચોરોથી બચવા લગાવેલા CCTV કેમેરા ચોરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ઘરફોડ ચોરી, લૂંટ અને વાહન ચોરીના અનેક બનાવો સામે આવતા હોય છે. પરંતુ ડાંગના આહવામાં ગજબની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જે ચોરોથી રક્ષણ મેળવવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતાં તે જ કેમેરા ચોરો ઉઠાવી ગયાં છે. તસ્કરોએ 1.17 લાખની કિંમતના કેમેરાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સરકારી અનાજના ગોડાઉનના કેમેરા ચોરાતા અધિકારીની ચોરી પકડાઈ ગઈ છે.
ચોરોથી બચવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડાંગના આહવા ખાતે સરકારી અનાજના ગોડાઉનમાં ચોરોથી બચવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતાં. આ કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવતુ હતું. પરંતુ ચોરોએ 1.17 લાખની કિંમતના સીસીટીવીની ચોરી કરી હતી. એક વર્ષથી DVR કનેક્શન વિનાના 7 કેમેરાની ચોરી કરાઈ હતી. ચોરોએ કેમેરા ચોર્યા બાદ અધિકારીની ચોરી સામે આવી હતી. જેમાં સીસીટીવી કેમેરા માટેના DVR કનેક્શન એક વર્ષથી નહીં હોવાનું સામે આવ્યું છે.
કુલ 1,17,250 રૂપિયાના સીસીટીવી કેમેરાની ચોરી
સરકારી અનાજના ગોડાઉનમાં લાગેલા 16,750 ની કિંમત ના 7 કેમેરા મળી કુલ 1,17,250 રૂપિયાના સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી. આ ચોરી અંગે ગોડાઉન ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા રિતેશ ગામીતને જાણ થતા આહવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લોકોના ઘરમાં કે દુકાનમાં ચોરીઓ થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ તસ્કરોએ સરકારી તંત્રની આંખો ચોરી લીધી હતી. ચોરોથી બચવા માટે લગાવેલા સીસીટીવી કેમેરા જ ચોરાઈ ગયા હોવાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
What's Your Reaction?






