Dang Rain: જિલ્લામાં ધોધમાર વરસાદ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

આહવા , વઘઈ ,સાપુતારામાં વરસાદી માહોલ જામ્યોસમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી નદીમાં નવા નીર આવ્યા રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યાએ ધોધમાર તો કોઈ જગ્યાએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી નદીમાં નવા નીર આવ્યા ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સાપુતારામાં વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી નદીમાં નવા નીર આવ્યા છે અને નવા નીર આવતા જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે આહવા, વઘઈ, સાપુતારા વિસ્તારમાં ગતરાત્રિથી અવરિત મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સહેલાણીઓને પણ ફરવા માટે આર્કષે તેવુ આહલાદક વાતાવરણ બન્યુ છે. સુરતમાં ચારે તરફ પાણી પાણી સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેની વચ્ચે કડોદરા સુરત હાઈવે પર ગોઠણ સમા પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે કડોદરાથી સુરત જતા રસ્તા ઉપર પાણી ભરાતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડે છે, સાથે સાથે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા છે. પાણી ભરાતા વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. કડોદરા પોલીસ ઉભા પગે કરી રહી છે, વાહન વ્યવહાર ચાલુ કરાવવા માટે મહેનત કરી રહી છે, એક તરફનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહનો ધીમે-ધીમે આગળ વધી રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે,રોડ પર વરસાદી પાણીની સાથે મોટા ખાડા પડી ગયા છે જેના કારણે ખાડામાં વાહનો પછડાઈ રહ્યા છે અને વાહનને પણ નુકાસન થઈ રહ્યું છે. આ શહેરમાં આજે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.

Dang Rain: જિલ્લામાં ધોધમાર વરસાદ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આહવા , વઘઈ ,સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો
  • સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ
  • ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી નદીમાં નવા નીર આવ્યા

રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યાએ ધોધમાર તો કોઈ જગ્યાએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી નદીમાં નવા નીર આવ્યા

ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સાપુતારામાં વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી નદીમાં નવા નીર આવ્યા છે અને નવા નીર આવતા જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે આહવા, વઘઈ, સાપુતારા વિસ્તારમાં ગતરાત્રિથી અવરિત મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સહેલાણીઓને પણ ફરવા માટે આર્કષે તેવુ આહલાદક વાતાવરણ બન્યુ છે.

સુરતમાં ચારે તરફ પાણી પાણી

સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેની વચ્ચે કડોદરા સુરત હાઈવે પર ગોઠણ સમા પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે કડોદરાથી સુરત જતા રસ્તા ઉપર પાણી ભરાતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડે છે, સાથે સાથે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા છે. પાણી ભરાતા વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. કડોદરા પોલીસ ઉભા પગે કરી રહી છે, વાહન વ્યવહાર ચાલુ કરાવવા માટે મહેનત કરી રહી છે, એક તરફનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહનો ધીમે-ધીમે આગળ વધી રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે,રોડ પર વરસાદી પાણીની સાથે મોટા ખાડા પડી ગયા છે જેના કારણે ખાડામાં વાહનો પછડાઈ રહ્યા છે અને વાહનને પણ નુકાસન થઈ રહ્યું છે.

આ શહેરમાં આજે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.